‘મારી માતાના ઓપરેશનને બજારમાં લાવી મત માગો છો, નામર્દની નીશાની છે’- અલ્પેશ કથિરિયાનો BJPના કાનાણીને જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં કુમાર કાનાણી અને અલ્પેશ કથિરિયા વચ્ચેના કડવા સંબંધો પહેલાથી જ જગ જાહેર છે. બંને એક બીજાને જેમ પસંદ કરતા નથી ત્યાં હવે આમ આદમી પાર્ટી અને ભાજપના આ બંને નેતાઓ સામ સામા છે. આમ આદમી પાર્ટીના વરાછા બેઠકથી અલ્પેશ કથિરિયા લડી રહ્યા છે. થોડા જ દિવસો પહેલા ભાજપ નેતા અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ જાહેર સભામાં કહ્યું હતું કે અલ્પેશ કથિરિયાની માતાનું ઘુંટણનું ઓપરેશન માં કાર્ડથી કરવામાં આવ્યું હતું. જેને લઈને અલ્પેશ કથિરિયાએ શુક્રવારની મોડી સાંજે પોતાના વિસ્તારમાં યોજેલી જાહેર સભામાં સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે જાહેરમાં પોતાની માતાના નામે મત માગનાર કાકાને સાવજ નહીં નામર્દ કહી તેમને હરિદ્વાર જાત્રાએ જવાનું કહી દીધું હતું.

અલ્પેશ કથિરિયાએ કહ્યું- ઓપરેશન વખતે હું જેલમાં હતો
કાકા કહીને સંબોધી કહ્યું, કાકાને બનાવ્યા આરોગ્ય મંત્રી, કાલે કાકાએ સભામાં કહ્યું કે, મારી સામે જે ઉમેદવાર લડે છે તેની માતાએ ઘુંટણનું ઓપરેશન માં કાર્ડમાં કરાવ્યું છે. અરે કાકા મેં ટેક્સ ભર્યો છે. અને કાકાને એવું હોય કે આ લાખ સવા લાખનો ખર્ચો મેં કર્યો છે, તો કાકા તમને વ્યાજ સાથે આપીશ. મારી માતાનું ઓપરેશન ચૂંટણીનો મુદ્દો છે? તમે કોઈની માં ને ભર બજારે ચોકમાં ઓપરેશનની સારવારના નામે વાતો કરી મત માગો છો? કયા મોંઢે તમે વાત કરો છો. લખે છે વરાછાનો સાવજ, કાકા નામર્દની નીશાની છે. તમે ઉમેદવારની માતાની વાત કરો છો. સાહેબ મારી માતાનું ઓપરેશન થયું ત્યારે હું જેલમાં હતો. મારી જો એટલી પીડા હતી તો એક વાર ત્યાં જઈને મારી માતાની ખબર પુછવી તો હતી. આ પીડા મેં ભોગવી છે. જે જે માતા ઉપર રાજનીતિ કરી રહ્યા છે તેમને એક વખત જાકારો આપજો. વાતો કરે છે, ભરોસાની, કામોની, વિકાસની તો મત પણ તેના માટે માગો. તમે કોરોનામાં ઈન્જેક્શન પણ આપી શક્યા નથી. છ સોસાયટીઓને ધમકાવી લેટરપેડ લઈ લીધા છે. અમારું સમર્થન છે તેવું લખે છે. હવે કાકા આ સાત સોસાયટી નહીં વરાછાની 1000 સોસાયટી ઈચ્છે છે કે હવે તમે રહેવા દો અને હરિદ્વાર જાત્રાએ જાઓ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT