બેટદ્વારકામાં ભુપેન્દ્ર પટેલે જે પ્રકારે દબાણો સફાચટ્ટ કર્યા તે બદલ અભિનંદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર : વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે અને આજે બીજા દિવસના ચોથા તબક્કામાં તેઓ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. જામનગર જિલ્લામાં તેઓએ 1448 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોને લીલી ઝંડી આપી હતી. જામનગરમાં તેઓએ પોતાના ભાષણ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર લોકોને જુનો સમય યાદ અપાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હાલમાં ભુપેન્દ્ર પટેલની સરકાર કેટલા મક્કમ મનોબળ સાથે આગળ વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ છે બેટદ્વારકા.

કાયદો અને વ્યવસ્થા હાલ મજબુત હાથોમાં છે
બેટદ્વારકા સહિત દરિયાઇ પટ્ટી પર ચાલી રહેલા દબાણ દુર કરવાના કામને તેઓએ મક્કમતાથી લીધું છે. ચૂંટણી માથે છે તેમ છતા પણ ભુપેન્દ્ર પટેલ સત્ય સાથે અડગ રીતે ઉભા છે. કાયદો અને વ્યવસ્થા મજબુત બને તે માટે આ કામગીરી ચાલી રહી છે. લોકો પણ સમજી રહ્યા છે કે, કાયદો અને વ્યવસ્થા મજબુત હાથમાં છે માટે તેઓ પણ કાંઇ પણ બોલ્યા વગર વાંધો કે વિરોધ કર્યા વગર હટી રહ્યા છે. તેમને ખબર છે કે અહીં બીજુ કંઇ ચું કે ચાં નહી ચાલે.

સમુદ્રી પટ્ટીના સમગ્ર વિસ્તારમાં સફાઇ અભિયાન ચાલી રહ્યું છે
દેવભૂમિ દ્વારકામાં હટાવાઇ રહેલા દબાણો અંગે તેમણે ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારને અભિનંદ પાઠવ્યા હતા. દરિયાઇ પટ્ટી પર જે દબાણો થયા તે સફાચટ કરી દેવાયા છે. આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર ભુપેન્દ્ર પટેલ સફાઇ અભિયાન ચલાવી રહ્યા છે. મક્કમ હાથમાં લીડરશીપ હોય તો ખબર છેક નીચે સુધી પહોંચી જતી હોય છે. સમુદ્રની પટ્ટી પર બિનકાયદેસર બાંધકામ કરીને જે લોકોએ જમઘટ કરી હતી, ચુપચાપ સફાચટ્ટ અભિનંદન ભુપેન્દ્રભાઇ અભિનંદન. મજા જુઓ જ્યારે લીડરશીપ મક્કમ વ્યક્તિના હાથમાં હોય ત્યારે નીચે સુધી સમાચાર પહોંચતા હોય છે. પોટલુ બાંધીને બધાએ કીધું કે કશો વાંધો નઇ ભઇ તમારૂ છે લઇ જાઓ. સંતોના નિવેદન જોયા આનંદ થયો. એટલું જ નહી સમગ્ર ગુજરાતના દરિયા કિનારે સફાઇ કરી રહ્યા છે ભુપેન્દ્રભાઇ. ક્યાંય થોડા હોંકારા પડકારા કરવાનો પ્રયાસ કર્યો તો સમજી ગયા કે આમા કાંઇ ચાલે તેમ નથી. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં બધાનો ફાયદો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT