દ્વારકા નગરી ‘જણ રણછોડ, માખણ ચોર…’ના નાદ સાથે ગૂંજી ઉઠી, કૃષ્ણ જન્મને સૌ કોઈને વધાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં બાલ ગોપાલના જન્મ સાથે જ ‘જય રણછોડ, માખણ ચોર’ના નારા ગૂંજી ઉઠ્યા હતા. ભગવાન દ્વારકાધીશના 5249ના જન્મ દિવસની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન માટે આજે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દ્વારકા નગરીમાં જન્માષ્ટમીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે મંદિરને રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું છે. મંદિરમાં સવારથી જ દર્શન માટે ભીડ જોવા મળી રહી છે.

અમિત શાહ અમદાવાદમાં કૃષ્મજન્મોત્સવ ઉજવશે
દ્વારકા સાથે રાજ્યના ડાકોર તથા શામળાજી ખાતે પણ દર્શન માટે ભક્તોનો ભારે ધસારો સવારથી જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે પરિવાર સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ વચ્ચે ઇસ્કોન મંદિરની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

ડાકોર મંદિરમાં બાળ ગોપાલના વધામણા
ડાકોર મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવના ધામધૂમ પૂર્વક વધામણા કરવામાં આવ્યા હતા. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી’ના નાદથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT