Krishna Janmashtami: ડાકોરમાં Janmashtami ના અવસરે ઉમટી ભક્તોની ભારે ભીડ, આજે રાતે મંદિરમાં ભવ્ય ઊજવણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Krishna Janmashtami: ડાકોરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મંદિરમાં આજે રાત્રે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. દૂર દૂરથી ભક્તો રાજા રણછોડના દર્શન કરવા ડાકોર આવી પહોંચ્યા. મંદિર પરિસરમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. તો દૂર દૂર થી આવેલા ભક્તો દ્વવારા મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવાઈ હતી. મારા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોર સાથે ગરબાની રમઝટ જામી હતી.

ભક્તિના રંગે રંગાયુ ડાકોર

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગા રંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં ભક્તો કૃષ્ણ જન્મને વધાવવા માટે ડાકોર તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. તો અત્યાર સુધી લાખોની સંખ્યામા ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી. આજે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી હતું. અને ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. એટલું જ નહીં દૂર દૂરથી આવેલા ભક્તો મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોર, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… ના નારા સાથે આખું મંદિર પરિસર ગુંજાવ્યું હતું. તો કેટલાય શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોર સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. જેને લઇ મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું. સાથે જ વિવિધ ભજન મંડળીઓ પણ કૃષ્ણના ભજનોની રમઝટ બોલાવી હતી. દરમ્યાન સમગ્ર ડાકોર આજે કૃષ્ણની ભક્તિમાં લીન થયેલું જોવા મળ્યું. આજે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તેમજ દેશ વિદેશથી ભક્તો ઉમટી પડ્યા છે.

મજુરના એકાઉન્ટમાં આવી ગયા 200 કરોડ રૂપિયા, આખો પરિવાર ડરના ઓથા હેઠળ, સુરક્ષાની માગ કરી

ડાકોરના ઠાકોરના મસ્તક પર સવા લાખનો મુકુટ

મંદિરને આસોપાલવના તોરણથી સજાવવામાં આવ્યું છે. ત્યારે આજે રાત્રે 12:00 વાગે કૃષ્ણનો જન્મ થશે, તે સમયે શ્રીજી મહારાજને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. અને ત્યારબાદ વિશેષ લાલ ચુંદડીના વસ્ત્રો ધરાવવામાં આવશે. ઠાકોરજીના મસ્તક પર સવા લાખનો મુકુટ તેમજ આયુધો સમેત ભવ્ય શૃંગાર થકી તિલક આરતી કરવામાં આવશે. ત્યારબાદ મધરાત્રે 2:00 વાગે ગોપાલ લાલજી સોનાના પારણામાં જુલશે અને પારણામાંથી જ ગોપાલ લાલજીને નિજમંદિરમાં પધાર્યા બાદ ઉત્સવનો મહાભોગ ધરાવવામાં આવશે. બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે 08:45 વાગે નિજ મંદિર ખુલશે. 9:00 વાગ્યાના અરસામાં મંગળા આરતી થકી નિત્યક્રમ અનુસાર શ્રીજીની સેવા પૂજા થશે અને ત્યારબાદ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ADVERTISEMENT

(હેતાલી શાહ, આણંદ)

    follow whatsapp

    ADVERTISEMENT