મથુરાથી ડાકોર-દ્વારકા સુધી… દેશના 5 પ્રસિદ્ધ મંદિરોમાં કેવી રીતે થઈ રહી છે જન્માષ્ટમી પૂજા, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

Krishna Janmashtami: મથુરાથી ડાકોર-દ્વારકા સુધી દેશ અને ગુજરાતના વિવિધ રાજ્યોમાં સવારથી મંદિરોમાં જય રણછોડ, માખણચોર… ના નારા ગુંજી રહ્યા છે. આ વખતે જન્માષ્ટમી બે દિવસ મનાવવામાં આવી રહી છે. જેમણે 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરી ન હતી તેઓ આજે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જન્માષ્ટમીની ઉજવણી માટે સવારથી જ દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

મથુરામાં સવારથી ભક્તોની ભીડ

ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.આરતી દરમિયાન મંદિરમાં ઘંટ અને શંખ નાજ ગૂંજ્યા હતા. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને પીળા વસ્ત્રો અને ફૂલોની માળાથી સુંદર રીતે શણગારવામાં આવ્યા છે.

ADVERTISEMENT

બદ્રીનાથમાં મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું

ઉત્તરાખંડના બદ્રીનાથમાં પણ મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરની બહાર એલઈડી લાઈટોથી સમગ્ર મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું છે. દર્શન માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

ADVERTISEMENT

શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે, ભક્તોએ મંગળા આરતી કર્યા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા દિવસ દરમિયાન ભજન મંડળી, મટકીફોડ સહિના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, મંદિર પરિસરને આસોપાલવ તોરણ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે, પોલીસ દળ દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત 186 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

દ્વારકામાં કેવી રીતે થઈ જન્માષ્ટમીની ઉજવણી?

દ્વારકામાં પણ રણછોડરાયજી મંદિરમાં સવારથી અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે રણછોડરાયજીની મંગળા આરતી કરવામાં આવી હતી આ બાદ તેમનો દૂષથી અભિષેક કરવામાં આવ્યો હતો. તો મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા હતા.

ડાકોરમાં પણ ભક્તોમાં અનેરો માહોલ

કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોરમાં પણ જન્માષ્ટમીની ઉજવણી રંગારંગ રીતે શરૂ થઈ ગઈ છે. કૃષ્ણ જન્મની ઉજવણી માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ રણછોડ રાયજીના દરબારમાં ભક્તો આવવા લાગ્યા છે. આજે ભક્તો ભગવાનના દરબારમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

(ઈનપુટ: હિતેશ સુતરીયા-અરવલ્લી, હેતાલી શાહ-ખેડા)

 

    follow whatsapp

    ADVERTISEMENT