ગુજરાતનો દરિયા કિનારો જ કેમ ડ્રગ્સ માફિયાનો ‘હોટ સ્પોટ’ બન્યો!જાણો ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક વિશે
અમદાવાદઃ ગુજરાત પોલીસે જેવી રીતે ડ્રગ્સ માફિયા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે એને જોતા ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો છે. એટલું જ નહીં ગુજરાત…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત પોલીસે જેવી રીતે ડ્રગ્સ માફિયા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે એને જોતા ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો છે. એટલું જ નહીં ગુજરાત પોલીસની સતર્કતાના કારણે છેલ્લા 2 વર્ષની અંદર 30 પાકિસ્તાની, 17 ઈરાની, 2 અફઘાની અને 1 નાઈજેરિયનની ધરપકડ હાથ ધરી તેમના નેટવર્કને ખોખલું કરી દીધું છે. ચલો આપણે ગુજરાતનો દરિયા કિનારો કેમ ડ્રગ્સ માફિયાનું ફેવરિટ સ્પોટ બની ગયો છે તથા છેલ્લા 6 મહિનાનાં ચુસ્ત બંદોબસ્તની કામગીરી વિશે જાણીએ…
ગુજરાત પોલીસની ડ્રગ્સ માફિયા સામે સર્જિકલ સ્ટ્રાઈક
અત્યારે ડ્રગ્સનું દુષણ ગુજરાતના યુવાનોમાં ઘર કરી ગયું છે. આ દરમિયાન ભારતમાં લાખો યુવાનો નશાનાં બંધાણી બની પોતાનું જીવન નરકમાં પરિવર્તિત કરી રહ્યા છે. એટલું જ નહીં ડ્રગ્સ માફિયાઓ આ દુષણ ભારતમાં ફેલાવીને અબજો રૂપિયાની કમાણી કરતા હોય છે.
મોટાભાગે આ રૂપિયા પાકિસ્તાન પહોંચાડવામાં આવે છે જેનો ઉપયોગ ભારત દેશ વિરૂદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં કરાય છે. તેવામાં અત્યારે ગુજરાત ATS કોસ્ટ ગાર્ડ દ્વારા અન્ય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન વચ્ચેની ઈન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈન IMBL પર ઐતિહાસિક જોઈન્ટ મિશનને અંજામ અપાઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ જોઈન્ટ ઓપરેશન દરમિયાન છેલ્લા 6 મહિનામાં NDPS એક્ટ અંતર્ગત ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ 422 કેસ રજિસ્ટર કર્યા છે અને આ દરમિયાન 667 ડ્રગ્સ માફિયાઓને જેલ ભેગા કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ જોઈન્ટ ઓપરેશનમાં છેલ્લા 6 મહિનામાં જ 25 હજાર 699 કિલોનો તોતિંગ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લીધો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત 5000 કરોડ રૂપિયાથી પણ વધારે છે.
ADVERTISEMENT
અત્યારસુધી છેલ્લા 2 વર્ષમાં 30 પાકિસ્તાની, 17 ઈરાની, 2 અફઘાની અને 1 નાઈજેરિયન આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસે મોટાભાગનાં ડ્રગ્સ નેટવર્કને તોડી નાખ્યું
ગુજરાત પોલીસ સતત મધદરિયે ડ્રગ્સની હેરાફેરી કરતી બોટ પર ચાપતી નજર રાખે છે. આ દરમિયાન જો ભૂલથી પણ કોઈ ઈરાની તથા પાકિસ્તાની બોટ ડ્રગ્સ સાથે ગુજરાત-ભારતની મરિન સીમામાં પહોંચે તો જોઈન્ટ ઓપરેશન અંતર્ગત ગુજરાત પોલીસ તેમને ઝડપી પાડે છે. હ્યુમન ઈન્ટેલિજેન્સ અને ટેક્નિકલ સર્વિલાન્સના કારણે આ તમામ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થાય છે.
નાર્કો રિવોર્ડ પોલીસી ગેમ ચેન્જર રહી…
ગુજરાત એવું પહેલું રાજ્ય છે જ્યાં નાર્કો રિવોર્ડ પોલીસી છે, એટલે કે આ અંતર્ગત જે ડ્રગ્સ અંગે માહિતી આપે છે એને મોટી રકમ ભેટ આપવામાં આવે છે અને નામ પણ ગુપ્ત રખાય છે. અત્યારે જે ડ્રગ્સ માફિયાઓ સાથે કામ કરે છે તે લોકો જ ગુજરાત ATSને જાણકારી આપી દેતા હોય છે.
ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ટ્રાન્ઝિટ પોઈન્ટ કેમ છે…
ગુજરાતના 1600 કિલોમીટરનાં દરિયાકાંઠ પર 17 નોન મેજર પોર્ટ આવ્યા છે જે કાર્ગોને હેન્ડલ કરે છે. આના પર અરેબિયન દેશો વિવિધ વસ્તુઓ પોર્ટ કરવાની સાથે હેરોઈન અને ડ્રગ્સ પણ અહીં મોકલી દેતા હોય છે. ગુજરાત મારફતે સૌથી સરળતાથી ડ્રગ્સને દેશમાં સપ્લાય કરાતો હતો. અહીં કન્ટેનર મારફતે દેશના દક્ષિણ કે પૂર્વ કોઈ પણ રાજ્યમાં એક્સપોર્ટ કરી દેવાય છે. એટલું જ નહીં ગુજરાતના પોર્ટ પરથી અન્ય કોઈ દેશ માટે પણ ડ્રગ્સના જથ્થા પહોંચાડવા વધુ સરળ રહે છે. જેથી આ તમામ ફેક્ટરને ધ્યાનમાં રાખતા ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ફેવરિટ પોઈન્ટ બની રહ્યો હતો. જોકે ડ્રગ્સ સામે અત્યારે જે કડક પગલાં ભરાય છે એનાથી પાકિસ્તાન અને અન્ય દેશના ડ્રગ્સ માફિયાઓમાં ભય ફેલાઈ ગયો છે.
ડ્રગ્સ વિરૂદ્ધ ટોપ-3 ઓપરેશન…
- ભારત-પાકિસ્તાન બોર્ડર પર ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને 9 પાકિસ્તાની શખસોને પકડી કુલ 280 કરોડની કિંમતનો 56 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
- સજ્જાદ અને સલીમ નામના શખસો વેશપલટો કરી 20થી વર્ષથી ડ્રગ્સનો કાળોકારોબાર ચલાવતા હતા. આ જોઈન્ટ મીશનમાં બંનેની ધરપકડ પણ થઈ અને તેમની પાસે થી 137 કિલો મેથેમ્ફેટેમાઈનનો જથ્થો કબજે કરાયો હતો.
- ગુજરાત પોલીસે ઓનલાઈન ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો. જેમાં ક્યૂઆર કોડ તથા ઈન્ટરનેટના માધ્યમથી 5 મિત્રો ડ્રગ્સ ઈમ્પોર્ટ કરતા હતા. આ આરોપીઓએ ધરપકડ થઈ ત્યાં સુધીમાં ડિજિટલ પદ્ધતિથી 100 વિવિધ સ્થળે લગભગ 250 કિલો ડ્રગ્સ સપ્લાય કર્યા હતા.
ADVERTISEMENT