જાણો પાટીદારો કોને મત આપી આવ્યા? AAP કઇ જ્ઞાતીના લોકો સૌથી વધારે પસંદ કરે છે
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના કારણે બંન્ને તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયા બાદ હવે લોકો આવતી કાલે આવનારા પરિણામની રાહ જોઇ રહ્યા છે. ગુજરાત અંગે…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના કારણે બંન્ને તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયા બાદ હવે લોકો આવતી કાલે આવનારા પરિણામની રાહ જોઇ રહ્યા છે. ગુજરાત અંગે વિવિધ એજન્સીઓ દ્વારા આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી સચોટ એવા ઇન્ડિયા ટુડે- એક્સિસ માય ઇન્ડિયાના સર્વેમાં જાતી આધારિત આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
Aaj Tak Axis My India એ એક્ઝિટ પોલમાં જાતિગત સમીકરણ વિશે પણ કેટલીક માહિતી આપી હતી. કઇ જાતીના લોકોનો કઇ પાર્ટી તરફી વલણ ધરાવે છે. કયો પક્ષ કેટલા વિસ્તારોમાં અને કયા વિસ્તારમાં સૌથી વધારે મજબુત છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કઇ પાર્ટી સૌથી વધારે મજબુત પકડ ધરાવે છે.
ગુજરાતમાં સરકાર જે પણ બનાવે પરંતુ કઇ જાતી કોને મત આપે છે તેમાં પણ રાજકીય પક્ષોને ખુબ જ રસ હોય છે. આ ઉપરાંત પાટીદારોનો ઝુકાવ કોના તરફી જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના પરંપરાગત વોટર માનવામાં આવતા SC-ST કોની તરફી છે. ગ્રામ્ય લોકો કોને પસંદ કરી રહ્યા છે. શહેરી વિસ્તારના લોકો કોને પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત ઝોન વાઇઝ કેટલી સીટો જઇ રહી છે વગેરે મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
જાતિ | ભાજપ | કોંગ્રેસ | AAP | અન્ય |
સવર્ણ | 59% | 19% | 15% | 7% |
ST | 33% | 27% | 31% | 9% |
OBC | 57% | 22% | 14% | 7% |
ઠાકોર | 47% | 29% | 16% | 8% |
કોળી | 49% | 24% | 19% | 8% |
SC | 28% | 35% | 30% | 7% |
મુસ્લિમ | 8% | 54% | 40% | 8% |
લેઉવા પટેલ | 56% | 17% | 18% | 9% |
કડવા પટેલ | 58% | 16% | 20% | 6% |
અન્ય પટેલ | 53% | 21% | 18% | 8% |
વિસ્તાર | કુલ સીટ | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
સૌરાષ્ટ્ર અને કચ્છ | 54 | 42 | 8 | 3 | 1 |
ઉત્તર ગુજરાત | 28 | 17 | 8 | 2 | 1 |
મધ્ય ગુજરાત | 65 | 52 | 5 | 7 | 1 |
દક્ષિણ ગુજરાત | 35 | 29 | 2 | 3 | 1 |
વિસ્તાર | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
શહેર | 48% | 24% | 21% | 7% |
ગ્રામીણ | 45% | 27% | 20% | 8% |
ADVERTISEMENT