અક્ષર પટેલના રિસેપ્શનની થાળી જોઈ ભલભલાના મોંમાં આવી જશે પાણી, જાણો શું છે ડીશમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, નડિયાદઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલના લગ્ન ગુરુવારે વડોદરામાં લગ્ન થયા. ઘોડા પર બેસી રંગેચંગે જાન લઈને પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે લગ્નગ્રંથીથી જોડાયા. આજે નડિયાદમાં તેનું રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. નડિયાદના ઉતરસંડાના આરાધ્ય પાર્ટી લોન્સમાં રિસેપ્શન યોજાયું હતું. રિસેપ્શનની ડિશ જોઈ ભલ ભલાના મો માં પાણી આવી જશે.

આ ભવ્ય રિસેપ્શન માં લગભગ 2500 જેટલા મહેમાનો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં અક્ષર પટેલ ના સાથી મિત્રો, જાણીતા ઇન્ડિયન ક્રિકેટરો, રાજકીય નેતાઓ અને નામી હસ્તીઓ આ રિસેપ્શન માં આમંત્રણ આપવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. ધામધૂમથી લગ્ન કર્યા બાદ આજે રિસેપ્શનમાં પણ બાપુનો માભો હતો.

હવે આપના મોઢામાં પાણી આવે એવી વાત કરીએ, આજના આ રિસેપ્શનમાં જમવાનું મેન્યુ શું હતુ એ જાણવામાં આપને વધારે રસ હશે. તો ચાલો વાત કરીએ કે કેટલા રુપિયાની પ્લેટ હતી, કેટલી વાનગીઓ હતી અને કઈ-કઈ વાનગીઓ હતી.. તો અક્ષર પટેલના રિસ્પેશનમાં 1100 રુપિયાની એક પ્લેટ રાખવામાં આવી હતી. જેમાં 32થી 33 ભાતની વાનગીઓ મહેમાનો પીરસવામાં આવી હતી. સૌથી પહેલા મહેમાનોના સ્વાગત માટે વેલકમ ડ્રીંક, ફ્રેશ બ્લેક પાઈનેપલ જ્યુ, બ્લુ લગૂન જ્યુસ પછી આવે સુપનું કાઉન્ટર જ્યાં અવનવા સૂપ પીરસવામાં આવ્યા હતા. જેમાં સ્મોકી ટોમેટો બેલ પેપર, હૉટ એન્ડ સોર સૂપની મહેમાનોએ આ કડકડતી ઠંડીમાં મોજ માણી હતી.

ADVERTISEMENT

સ્ટાર્ટરથી લઈ મેનકોર્સમાં શું હતુ જાણો
સ્ટાર્ટરમાં ગ્રીલ્ડ પાનીની સેન્ડવીચ વિથ ટોમેટો એન્ડ આઇસલેન્ડ સોસ, ચાટમાં નીમ પત્તા ચના કા ચાટ વિથ સ્વીટ કર્ડ,  મીઠી ચટણી, મિન્ટ ચટણી, ઇટાલિયનમાં પેપર થીન પીઝા મેક્સિકન ડીશમાં પણ  મેક્સિકન ટીટબીટ રાઈસ ગુજરાતીઓને તો સ્વીટ વિના ન જ ચાલે અને એટલે સ્વીટમાં ક્રીમ ચાંદની બાર વિથ કેસ્યું, વોલનટ ,કોકોનેટ એન્ડ રોઝ પેટલ પીરસવામાં આવી હતી. સલાડમાં ગાર્ડન ફ્રેશ ગ્રીન ક્રિસ્પી સ્પીનચ પોટેટો, બેલ પેપર સલાડ હતુ. તો પાપડ, સારેવડાનું અથાણું અને રાયતા મરચા તો ખરા જ. હવે વાત કરીએ મેઈન કોર્સની તો તેમાં પનીર અંગુરી કોફતા વિથ વાઈટ એન્ડ યેલો સોસ, વેજીટેબલ દીવાની હાંડી, સ્પીનીચ કોન કેપ્સીકન ગાર્લિક મસાલા તેની સાથે ઇન્ડિયન બ્રેડમાં બેબી હરિયાલી નાન, લચ્છા પરાઠા, ફુલકા રોટી પણ પીરસવામાં આવી હતી. પછી જેના વગર ગુજરાતીઓને ઓડકાર ન આવે એ સ્ટીમ રાઈસની સાથે ગુજરાતી દાલ અને દાલ ફ્રાય પણ હતા. અને હવે વારો ખાને કે બાદ કુછ મીઠા હો જાયે..તો અક્ષર પટેલને ત્યાં ડેઝર્ટમાં મલાઈ, રોઝ એન્ડ બીપીકે એરોસ્ટેડ કુલ્ફી હતી. અને અંતમાં જેની તલબ ભગવાનને પણ હોય એ મુખવાસ પણ હતો.

આ પણ વાંચો: કોંગ્રેસના દુષ્કાળમાં અધિકમાસ, પ્રમુખ-ઉપપ્રમુખ સિવાય આખો પક્ષ ભાજપમાં જોડાઇ ગયો

ADVERTISEMENT

અક્ષરની વાઈફ છે ન્યુટ્રીશિયન
અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે સગાઈ કરી લીધી હતી. અક્ષર પટેલે પોતાના બર્થ ડે પર 20મી જાન્યુઆરી2022 એ પોતાના જન્મદિવસ પર પોતાની મંગેતર મેહાને પ્રપોઝ કર્યું હતું. 29 વર્ષીય અક્ષર પટેલે એક વર્ષ પહેલા મેહા સાથે સગાઈ કરી હતી. હવે બંનેએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. મેહા પટેલ વ્યવસાયે એક ન્યુટ્રીશિયન છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT