કોરોનાના સંક્રમણને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠકમાં જાણો શું થયું? ગુજરાતને ક્યારે મળશે વેક્સિનનો જથ્થો
ગાંધીનગર: એક તરફ દેશમાં અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે દેશના તમામ રાજ્યના આરોગ્ય મંત્રી…
ADVERTISEMENT
ગાંધીનગર: એક તરફ દેશમાં અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે દેશના તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક બાદ કોરોનાની સ્થિતિને લઈ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં વેકસીનેશનને લઈ નિવેદન આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી છે.
કોરોના વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતમાં એવરેજ 325 આસપાસ જેટલા કેસ નોંધાયા છે. રાજ્યમાં 2141 કોરોનાના એક્ટિવ કેસ છે. આ તમામ કોરોના કેસ HBB 1.6 સબ વેરિયન્ટના જોવા મળી રહ્યા છે. જે ઘાતક નથી દેખાતો પરંતુ દર્દીને મુશ્કેલી ન પડે આ કોરોનાનો ફેલાવો વધારે છે. જેના કારણે સિનિયર સીટીઝન પર ધ્યાન આપવા સૂચના છે.
હોસ્પિટલમાં મોકડ્રીલ કરાશે
10-11મીએ રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોકડ્રીલ કરાશે. દવાનો જથ્થો સહિત જોવામાં આવશે.આ સિવાય હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થોની માહિતી મેળવવા માટે આવશે. ગત અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તેમ છતાં સરકાર કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, ઉંમરલાયક વ્યક્તિઓમાં જો કોરોનાના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવી તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરાવી દેવી જોઈએ.
ADVERTISEMENT