ગુજરાતની ચૂંટણીમાં જાણો અપક્ષનું મહત્વ, 13 ચૂંટણીમાં જીત્યા આટલા અપક્ષ ઉમેદવાર

ADVERTISEMENT

gujarat vidhansabha
gujarat vidhansabha
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સૌ કોઈની નજર અટકી છે. એક બાદ એક ચૂંટણીને લઈ નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. નવા પક્ષો મેદવાને આવ્યા છે અને નવા દાવ પેચ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે કોળી સમાજના નેતા સોમા પટેલે ચોટીલાથી અપક્ષ ફોરમ ઉપાડ્યું હતું. આ દરમિયાન અપક્ષના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 60 વર્ષમાં એટલે કે 13 ચૂંટણીમાં ફક્ત 92 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે.

વર્ષ 1962થી 2017 સુધી ચૂંટાયેલા અપક્ષ MLA

  • 1962માં વિધાનસભામાં 7 અપક્ષ ચૂંટાયા હતા
  • 1967માં વિધાનસભામાં 5 અપક્ષ ચૂંટાયા હતા
  • 1972માં વિધાનસભામાં 8 અપક્ષ ચૂંટાયા હતા
  • 1975માં વિધાનસભામાં 16 અપક્ષ ચૂંટાયા હતા
  • 1980માં વિધાનસભામાં 10 અપક્ષ ચૂંટાયા હતા
  • 1985માં વિધાનસભામાં 8 અપક્ષ ચૂંટાયા હતા
  • 1990માં વિધાનસભામાં 11 અપક્ષ ચૂંટાયા હતા
  • 1995માં વિધાનસભામાં 16 અપક્ષ ચૂંટાયા હતા
  • 1998માં વિધાનસભામાં 3 અપક્ષ ચૂંટાયા હતા
  • 2002માં વિધાનસભામાં 2 અપક્ષ ચૂંટાયા હતા
  • 2007માં વિધાનસભામાં 2 અપક્ષ ચૂંટાયા હતા
  • 2012માં વિધાનસભામાં 1 અપક્ષ ચૂંટાયા હતા
  • 2017માં વિધાનસભામાં 3 અપક્ષ ચૂંટાયા હતા

60 વર્ષમાં ફક્ત 92 અપક્ષ ઉમેદવારો
1962થી 2017 સુધીની વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 92 અપક્ષ ઉમેદવારો ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. સૌથી વધુ 1975 અને 1995માં અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે. આ બન્ને ચૂંટણીમાં 16-16 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. 1995 બાદ  ભાજપ સત્તા પર આવતા વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાતા અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 60 વર્ષમાં 13 ચૂંટણી થઈ છે જેમાં 92 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે.

ADVERTISEMENT

આ પક્ષો ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા
ગુજરાતને રાજકારણને લેબોરેટરી માનવામાં આવે છે. આ દરમિયાન ગુજરાતમાં અનેક રાજકીય પક્ષોએ હાથ અમાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણીમાં નવા નવા પક્ષોનું આગમન થઈ રહ્યું છે. આ દરમિયાન પહેલી વિધાનસભાની ચૂંટણી એટલેકે વર્ષ 1962 થી લઈ ને  વર્ષ 2017 સુધીની 13 વિધાનસભા ચૂંટણીમાં પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી(પીએસપી) , સ્વતંત્ર , નુતન મહા ગુજરાત જનતા પરિષદ , કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા , ભારતીય જનસંઘ , ભારતીય લોકદળ , રાજકીય મજદૂર પક્ષ, કિસાન મજદૂર લોક પક્ષ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગનાઇઝેશન, સોશિયલિસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનતા પાર્ટી(જેપી), જનતા પાર્ટી(એસસી), જનતા દળ, જનતાદળ(યુનાઇટેડ), યુવા વિકાસ પાર્ટી, ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતાદળ પાર્ટી, સમાજવાદી પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, ભારતીય ટ્રાઈબલ પાર્ટી, ગુજરાત પરિવર્તન પાર્ટીના 340 ઉમેદવારો ધારાસભ્ય બન્યા છે. એટલે કે બે મુખ્ય પક્ષો સિવાયના અન્ય પક્ષોના કુલ 15 ટકા ઉમેદવારોને ગુજરાતની જનતાએ પસંદ કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT