આ રીતે અરજી કરશો તો Bageshwar Baba તત્કાલ તમારી અરજીની સુનાવણી કરશે, ખુબ ઓછા લોકોને છે આની માહિતી
Bageshwar Dham ના બાબા ગુજરાતના મહેમાન બન્યા છે. તેઓ હાલ સુરતમાં છે ત્યાર બાદ અમદાવાદ, રાજકોટ અને વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં પણ તેઓ પોતાનો દિવ્ય…
ADVERTISEMENT
Bageshwar Dham ના બાબા ગુજરાતના મહેમાન બન્યા છે. તેઓ હાલ સુરતમાં છે ત્યાર બાદ અમદાવાદ, રાજકોટ અને વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં પણ તેઓ પોતાનો દિવ્ય દરબાર લગાવવાના છે. જો કે બાગેશ્વર બાબાના નામે પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર ક્રિશ્ન શાસ્ત્રીના દરબારમાં લાખો લોકો પહોંચી રહ્યા છે. હાલ તેઓ સોશિયલ મીડિયા સુપર સ્ટાર છે. તેમની નાની ઓડિયો ક્લિપ, વીડિયો ક્લિપ અને તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. જો કે તેઓ ગુજરાતમાં આવેલા છે ત્યારે તેમના દરબારમાં અરજી કઇ રીતે લગાવવી તે અંગે અનેક ગુજરાતી શ્રદ્ધાળુઓને માહિતી નથી. મનની વાત જાણીને દુખ દુર કરનારા બાબાના દિવ્ય દરબારમાં લાખો ભક્તો અરજી લગાવે છે. જો કે કેટલાક ચોક્કસ લોકોની અરજીની જ સુનાવણી થાય છે.
બાગેશ્વર બાબાના ધામમાં અરજી કરવા માટે એક ચોક્કસ સિસ્ટમ છે. અહીં જે વ્યક્તિ અરજી કરવા ઇચ્છતો હોય તેણે ચુંદડીમાં એક નાળીયેર બાંધીને બાબાના દરબારમાં રાખવું પડે છે. જે વ્યક્તિની અરજી સામાન્ય હોય તેણે શ્રીફળને લાલ કપડામાં બાંધવાનું હોય છે. અરજી ભુત સંબંધિત હોય તેણે શ્રીફળને કાળા કપડામાં બાંધવાનું રહે છે. જો અરજી લગ્ન અંગેની હોય તો શ્રીફળને પીળા કપડામાં બાંધવાનું હોય છે. આ પ્રકારે તમારી અરજીનો સ્વિકાર થાય છે. કેટલીક અરજીની સુનાવણી બાબા પોતે કરે છે. જો કે તમે અરજી કરી તે બાગેશ્વરમાં તો માન્ય થઇ જ જાય છે. તેનો ઉકેલ પણ આવે તેવો દાવો પણ બાબા દ્વારા કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાખો લોકો બાગેશ્વર હનુમાનજીના દર્શન માત્રથી તેમના કામ થઇ જતા હોવાનું જણાવે છે. જો કે બાબા તેમની અરજીની સુનાવણી કરે તેવો આગ્રહ રાખતા હોય છે. તેઓ લોકોના મન વાંચી લેવાની અલૌકિક શક્તિ ધરાવે છે. તેના આધારે જીવનમાં નડતર સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ પણ કરે છે. બાગેશ્વરમાં આવેલા હનુમાનજીનું મંદિર પણ ખુબ જ પરચા પુરતું હોવાની માન્યતા છે. અહીંના સંન્યાસી બાબા લાલજી મહારાજ એક સિદ્ધ સંત હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના પર દાદા હોવાનો પણ દાવો છે. તેમની જ અલૌકિક શક્તિઓ શાસ્ત્રીજીને મળેલી હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT