BJP એ ટિકિટ ફાળવણીમાં ફૂંકી ફૂંકી પીધું પાણી, જાણો કેટલા પાટીદાર ઉમેદવાર ઉતાર્યા મેદાને
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે તેમની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે તેમની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિના સમીકરણોને સાચવીને ટિકિટ ફાળવી છે. ત્યારે ગુજરાતમાં પાટીદારોનું પ્રભુત્વને જોઈ વધુ ટિકિટ ફાળવવામાં આવી છે.
ટિકિટ ફાળવણીમાં પાટીદારોનું રાખવામાં આવ્યું ધ્યાન
- ઘાટલોડિયા બેઠક – ભૂપેન્દ્ર પટેલ
- ભુજ બેઠક- કેશવલાલ પટેલ
- ધાંગધ્રા બેઠક- પ્રકાશભાઇ વરમોરા
- ટંકારા-બેઠક દુર્લભજીભાઈ દેથરિયા
- મોરબી બેઠક- કાંતિલાલ અમૃતિયા
- રાજકોટ દક્ષિણ- રમેશ ટીલારા
- જેતપુર બેઠક- જયેશ રાદડિયા
- જામનગર ગ્રામ્ય- રાઘવજી પટેલ
- જામનગર દક્ષિણ- દિવ્યેશ અકબરી
- જમજોધપૂર- ચીમનભાઈ શાપરિયા
- જુનાગઢ- સંજયભાઇ કોરડીયા
- વિસાવદર- હર્ષદભાઈ રિબડીયા
- ધારી- જે. વી. કાકડિયા
- અમરેલી- કૌશિક વેકરીયા
- લાઠી- જનક તળાવીયા
- કુંડલા- મહેશભાઈ કસવાલા
- ગારિયાધાર- કેશુભાઈ નાકરાણી
- ભાવનગર- જીતુભાઈ વાઘાણી
- કારંજ- પ્રવીણભાઈ ઘોઘારી
- ઉધના- મનુભાઈ પટેલ
- કતારગામ- વિનુભાઈ મોરવાડિયા
- ઊંઝા- કિરીટ પટેલ
- વિસનગર- ઋષિકેશ પટેલ
- મહેસાણા- મુકેશ પટેલ
- વિજાપુર- રમણ પટેલ
- નારણપુરા- જિતેન્દ્ર પટેલ
- અમરાઈવાડી- ડૉ . હસમુખ પટેલ
- ઠક્કરબાપા નગર- કંચનબેન રાદડિયા
- સાબરમતી- ડૉ. હર્ષદ પટેલ
- દસ્ક્રોઇ – બાબુ જમના પટેલ
- આણંદ- યોગેશ પટેલ
- સોજિત્રા- વિપુલ પટેલ
- વાઘોડિયા- અશ્વિન પટેલ
- કરજણ- અક્ષય પટેલ
- વિરમગામ- હાર્દિક પટેલ
- કામરેજ – પ્રફુલ પાંસેરિયા
- સુરત ઉતર- કાંતિ બલર
- વરાછા- કુમાર કાનાણી
- લિંબાયત- સંગીતા પાટીલ ( મરાઠી પાટીદાર)
- બોટાદ- ઘનશ્યામ વિરાણી
- નડિયાદ- પંકજ દેસાઇ
ADVERTISEMENT
પ્રથમ તબક્કાની 1 ડિસેમ્બરે ચૂંટણી
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT