કિરેન રિજીજુએ કહ્યું, ધર્મમાં આંતરિક વિખવાદ પેદા કરનારાઓને ગુજરાતીઓ ઘુસવા નહી દે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : કેન્દ્રીય કાયદા મંત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. કિરણ રિજીજુ આજે ભાવનગરમાં હતા. જ્યાં તેણે આપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.અહીં તેમણે જણાવ્યું કે, હિન્દુ અને બૌદ્ધ તમામ એક જ છે. આપના નેતા કેજરીવાલ સમાજને તોડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. જો કે ગુજરાતના લોકો સમજદાર છે, આવા લોકોને ગુજરાતમાં ઘુસવા દેશે જ નહી.

ગુજરાતની નબળી ગણાતી 83 બેઠકો પર કેન્દ્રીય મંત્રીઓના ધાડા
ગુજરાતમાં ભાજપ માટે નબળી ગણાતી 83 બેઠકો પર કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકને ઉતારીને અહીં તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલી છે. જેથી અહીં કેન્દ્રીય નેતાઓ એક પછી એક આવી રહ્યા છે અને ભરપુર પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય સ્તરના નેતા અને કેમ્પેઇનર કૃષ્ણપાલ ગુર્જર, મહેન્દ્ર મુંજપરા, પુરૂષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, કિરન રિજીજુ, ભુપેન્દ્ર યાદવ, અજય ભટ્, નિરંજન જ્યોતિ, વિરેન્દ્રસિંહ કલોલ, બીએલ વર્મા, મિનાક્ષી લેખી સહિતના અનેક નેતાઓ ગુજરાતમાં ભાજપની નબળી બેઠકોને મજબુત બનાવશે.

બેક ટુ બેક કેન્દ્રીય મંત્રીઓ કરી રહ્યા છે પ્રવાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌરવ યાત્રાનો પ્રારંભ જે.પી નડ્ડા અને અમિત શાહ કરાવશે. છેલ્લા 3 દિવસમાં કેન્દ્રના 3 મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે.સ્મૃતિ ઇરાની પણ આવી ચુક્યા છે. હાલમાં રેલવેમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે.આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં આવી ગયા છે.હજી પણ પીએમ મોદી અને અમિત શાહ અહીં આવી ચુક્યાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT