મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, 15મી એપ્રિલે ફરી કોર્ટમાં હાજર કરાશે
અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને લઈને શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી પહોંચી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર બંગલો પચાવી પાડવાના કિસ્સામાં…
ADVERTISEMENT
અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને લઈને શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી પહોંચી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર બંગલો પચાવી પાડવાના કિસ્સામાં જમ્મુથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે મહાઠગ કિરણ પટેલને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કિરણ પટેલના 14 દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હવે આગામી 15મી એપ્રિલના રોજ કિરણ પટેલેને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવશે.
કોર્ટમાં સરકારી વકીલે શું દલીલ કરી?
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપીએ ખોટી ઓળખ ઊભી કેવી રીતે કરી? ડોક્ટરની ડિગ્રી બતાવી તેના પર શંકા છે. મકાનના રિનોવેશનના પૈસ ક્યાંથી આવ્યા? બેંકમાં બેલેન્સ ન હોવા છતાં 50 લાખના ચેક આપ્યા. તથા તેને અન્ય લોકોને પણ છેતર્યા હોઈ શકે છે. આ સવાલોના જવાબ માટે તેના રિમાન્ડ જરૂરી છે. બીજી તરફ કિરણ પટેલના વકિલે પણ પોલીસની થિયરી સામે સવાલ કર્યા હતા અને રિનોવેશનનું કામ 35 લાખમાં થયું હતું, તો 50 લાખની વાત કેવી રીતે આવી તેના પર સવાલ પૂછ્યા હતા. જોકે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કિરણ પટેલને 7 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો.
અઢળક લોકોને છેતર્યા
વડાપ્રધાન ઓફીસનો અધિકારી છું, તેવું કહી ઝેડ પ્લસ સિક્યુરિટી, ફાઈવ સ્ટાર હોટેલ, બુલેટપ્રુફ એસયુવી કાર, લક્ઝૂરિયસ લાઈફ સ્ટાઈલ અને વ્હાઈટ કોલર રૂઆબ લઈને ફરતો મહાઠગ જમ્મુ કશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારમાં પકડાયો હતો. મૂળ કિરણ અમદાવાદના ઈસનપુર ખાતેનો રહેવાસી છે. તેણે ન માત્ર આવી છેતરપીંડી પરંતુ તેણે અઢળક લોકોને છેતર્યા છે. જેમાંથી ઘણા તો કિરણનો આ કાંડ સામે આવ્યા પછી તુરંત આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા હતા.
ADVERTISEMENT
સિક્યુરિટી ફોર્સિસને વિચારતા કરી દીધા
કિરણ પોતાની વાકપટુતા અને બોડિ લેન્ગવેજથી એટલો મોટો બ્લફ માસ્ટર બની ગયો છે કે તેણે ન માત્ર પીએમઓ પણ ઘણા સ્ટેટની સિક્યુરિટી ફોર્સીસને પણ વિચારતા કરી દીધા છે. હાલ મળી રહેલી જાણકારી પ્રમાણે આ બ્લફ માસ્ટરને હવે અમાદવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદમાં લાવવાની તજવીજના ભાગ રૂપે તેની કસ્ટડી મેળવી તેને અહીં લાવી રહી છે.
ADVERTISEMENT