કિરણ પટેલે ઘોડાસરમાં કરોડોનો બંગલો પચાવી પાડ્યો હતો, 5 વર્ષથી પરેશાન મકાન માલિક પોલીસ પાસે પહોંચ્યા
અમદાવાદ: કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરનારા મહાઠગ કિરણ પટેલની ઠગાઈનો વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કિરણ પટેલ સામે ઘોડાસરમાં જે બંગલામાં રહે…
ADVERTISEMENT
અમદાવાદ: કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરનારા મહાઠગ કિરણ પટેલની ઠગાઈનો વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કિરણ પટેલ સામે ઘોડાસરમાં જે બંગલામાં રહે છે તે તેનો નહીં પરંતુ ભાડાનો હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં મકાન માલિકનો આક્ષેપ છે કે કિરણ પટેલે છેલ્લા 5 વર્ષથી બંગલાનું ભાડું પણ ચૂક્વ્યું અને અને ભાડું માગવા પર રાજકીય વગનો ઉપયોગ કરીને ધમકી આપતો હતો.
ઘોડાસરનો બંગલો પચાવી પાડ્યો
કિરણ પટેલ હાલ ઘોડાસરના જે પ્રેસ્ટિજ બંગલોમાં રહે છે તેના મૂળ માલિકનું નામ વનરાજ ચૌધરી છે. છેલ્લા પાંચ વર્ષથી કિરણ પટેલ અહીં રહે છે અને ભાડું ન ચૂકવતો હોવાનો આક્ષેપ વનરાજ ચૌધરીએ કર્યો છે. જ્યારે ભાડા અને મકાન ખાલી કરવા અંગે કહ્યું તો કિરણ પટેલે રાજકીય વગના નામે તેમને ધમકીઓ આપી હતી.
મુંબઈથી અમદાવાદ પહોંચ્યા બંગલાના માલિક
જમ્મુ-કાશ્મીરમાં નકલી PMO અધિકારી બનીને ફરતા કિરણ પટેલનો ભેદ ખુલતા જ પ્રેસ્ટિજ બંગલોના માલિક વનરાજ ચૌધરી પણ ચોંક્યા હતા અને મુંબઈથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર બાબત અંગે જાણ કરી હતી. આ મામલે હવે આજે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવશે.
ADVERTISEMENT
પૂર્વ મંત્રીના ભાઈનો પણ બંગલો પચાવવાનો કર્યો હતો પ્રયાસ
નોંધનીય છે કે, બીજી તરફ થલતેજમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો પચાવવાના પ્રયાસનો ગુનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે જ નોંધાયો છે. 7 મહિના પહેલા જ આ અંગે જગદીશ ચાવડાએ પોલીસને અરજી કરી હતી કે કિરણ પટેલ તેમનો કરોડોનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે હવે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT