ચાર-ચાર બંગડીવાળી ગાડી…મામલે Kinjal Dave ની મોટી જીત, કોર્ટે રદ્દ કર્યો કેસ

ADVERTISEMENT

Kinjal Dave Case
Kinjal Dave Case
social share
google news
  • પ્રખ્યાત “ચાર ચાર બંગડીવાળી ગાડી”ના ગીતનો મામલો
  • રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ગીત પર કૉપીરાઇટ સાબિત કરી શક્યું નહીં
  • કાર્તિક પટેલે કોર્ટમાં કરી હતી અરજી

Kinjal Dave Case: લોકગાયિકા કિંજલ દવેની કોર્ટ માંથી મોટી રાહત મળી છે. ચાર ચાર બંગડી ગીત મામલે કિંજલ દવેની મોટી જીત થઈ છે. સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત કરી શક્યું નહીં. જેથી કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલ કેસને રદ્દ કરી દીધો છે. ગીત પર લગાવવામાં આવેલ તમામ રોક કોર્ટે હટાવી દીધી છે હવે કિંજલ દવે આ ગીતને ગાય શકે છે.

2016માં અપલોડ કરાયું હતું ગીત

સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવે ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ઓડી” ગીત 20 ડિસેમ્બર 2016ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. જે બાદ વર્ષ 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. એટલે કે કાર્તિક પટેલનું ગીતના કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું.

કાર્તિક પટેલે કોર્ટમાં કરી હતી અરજી

જે બાદ કાર્તિક પટેલે આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જે બાદ કોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ન ગાવાની સૂચના આપી હતી. કોર્ટના આ આદેશ સામે કિંજલ દવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેઓ એક અરજી કરીને કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે બાદ વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ગાવાની છૂટ આપી હતી.

ADVERTISEMENT

કોર્ટે કિંજલ દવેને ફટકાર્યો 1 લાખનો દંડ

“ચાર ચાર બંગડી વાળી ઓડી” ગીત કોપીરાઈટ કેસમાં સપડાતા કિંજલ દવેએ કોર્ટમાં આ મામલે માફી માંગી હતી. જોકે, કોર્ટે તેમની માફી સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું હતું કે, કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નથી. જે બાદ કોર્ટે આ મામલે આકરું વલણ અપનાવતા કિંજલ દવેને 7 દિવસની અંદર 1 લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT