Junagadhમાં વહેલી સવારે ફિલ્મી ઢબે વિદ્યાર્થિનીનું અપહરણ, પોલીસે ટીમો બનાવીને શરૂ કરી તપાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Junagadh Crime News: જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થિનીનું બે યુવકો દ્વારા કારમાં અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસનું કહેવું છે કે, એક શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

આરોપીને ઝડપી પાડવા બનાવાઈ ટીમઃ PI

વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ.આર.બી.ગઢવીએ જણાવ્યું કે, તરૂણીનું અપહરણ કરનાર જૂનાગઢનો જય મયુર સુખાનંદી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક અજાણ્યો શખ્સ છે. તેઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

જૂનાગઢના વિસાવદરમાં રહેતી 15 વર્ષની વિદ્યાર્થિની આજે સવારે 7.30 વાગ્યાની આસપાસ બે બહેનપણી સાથે સ્કૂલ જઈ રહી હતી. આ દરમિયાન નંબરપ્લેટ વગરની સફેદ કલરની સ્વીફ્ટ કાર તેમની પાસે આવીને ઉભી રહી ગઈ હતી. જે બાદ કારમાંથી બે શખ્સો નીચે ઉતર્યા હતા અને આ 15 વર્ષની તરુણીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધી હતી. જેથી તેની બહેનપણીઓએ બુમબુમ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ શખ્સો તરુણીનું કારમાં અપહરણ કરીને નાસી છૂટ્યા હતા.

ADVERTISEMENT

પરિવાર પહોંચ્યો પોલીસ સ્ટેશન

જે બાદ બહેનપણીઓ દ્વારા તરુણીના પરિવારને જાણ કરવામાં આવતા તરુણીનો પરિવાર સીધો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. વહેલી સવારે બજારમાં વિદ્યાર્થિનીનું અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

વિથ ઈનપુટ ભાર્ગવી જોશી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT