બાળક કરોડોના ખર્ચે ડિગ્રી મેળવે છે પછી તેના વ્યાજ જેટલો પગાર પણ નથી મળતો: કોંગ્રેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : ગુજરાતમાં AICC ના પ્રવકતા અજય ઉપાધ્યાયની જવાબદારી સૌરાષ્ટ્રની છે ત્યારે આજે તેઓએ ગુજરાતમાં યુવાઓના પ્રશ્નો અને શિક્ષણની સ્થિતિ અંગે જૂનાગઢમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતના શિક્ષણના સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચું ઉતરતું જાય છે.
અર્થશાસ્ત્રમાં પીએચડીની ઉપાધિ મેળવનાર અને જયપુર કોલેજમાં પ્રોફેસર અજય ઉપાધ્યાયે જણાવ્યું કે, મહાત્મા ગાંધી માનવના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને એક મહત્વનું માધ્યમ સમજતા હતા. જો કે આજે 27 વર્ષ પછી ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવું છે તે સચ્ચાઈ જાણવી ખૂબ જરૂરી છે.

સરકાર દેશમાં આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હાલતમાં છે. કેન્દ્ર સરકાર દેશના આર્થિક સલાહકારોને સાંભળતી નથી અને પોતાની જાહેરાતોમાં જ વ્યસ્ત છે, ત્યારે દેશનું અર્થતંત્ર ખૂબ ખરાબ સ્થિતિમાં છે.

ADVERTISEMENT

ગુજરાત સરકાર યુવાઓ છે નિરાશ
ગુજરાતના યુવાનોનું શિક્ષણનું સ્તર ખૂબ નીચું ઉતરતું જાય છે. ગુજરાત સરકારે પ્રાઇવેટ કોલેજો અને સ્કૂલોમાં 70% વધારો કર્યો છે. જ્યારે સરકારી સ્કૂલો અને કોલેજો માં 50 %નો ઘટાડો કર્યો છે. અજય ઉપાધ્યાયે દાવો કર્યો કે, ગુજરતમાં યુવાઓની સ્થતિ કફોડી છે. ઊંચી કિંમતે શિક્ષણ મેળવે તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટી જાય છે અથવા તો લાખોના ખર્ચે ભણ્યા બાદ 10-15 હજારની નોકરી મળે છે. બેરોજગારીનો સામનો કરી રહેલી યુવા ગુજરાતમાં નિરાશામાં જીવી રહ્યો છે, પણ ગુજરાત સરકાર એની ચિંતા કરતી નથી કે કોઈ કદમ ઉઠાવતી નથી. માત્ર પોતાના કામોની વાહ વાહીમાં જ રસ છે.

ગુજરાત મોડેલ ગણાતા શિક્ષણ પાછળ માત્ર 5% ખર્ચ કરે છે
ગુજરાત સરકાર જે શિક્ષણનું મોડેલ દેશભરમાં વખાણ કરે છે એની વાસ્તવિકતા જુદી છે. ગુજરાતમાં માત્ર 5% ખર્ચ શિક્ષણ પાછળ થાય છે. જે બીજા રાજ્યોમાં 20%જેટલો હોય છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શિક્ષણનું મોડેલ દેશ અને દુનિયામાં રજુ કરવામાં આવે છે, પરંતુ અહી 700 સ્કૂલોમાં એક જ શિક્ષક 1 થી 8 ધોરણના બાળકોને ભણાવી રહ્યો છે.

ADVERTISEMENT

દેશની એક પણ યુનિવર્સિટી વિશ્વની ટોપ 10 માં નથી
ગુજરાત મોડેલ માટે દુઃખની વાત છે કે, ગુજરાતની એક પણ યુનિવર્સિટી દેશની સર્વોત્તમ યુનિવર્સિટીમાં નથી. છેલ્લા દસકામાં અન્ય રાજ્યોમાં 200% યુનિવર્સિટીઓ બનાવવામાં આવી. જ્યારે ગુજરાતમાં માત્ર 22%યુનિવર્સિટીઓ બનાવવાં આવી છે. આર્થિકનીતિ અજય ઉપાઘ્યાયે દેશની આર્થિક નીતિ અને ગુજરાત મોડેલની ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે દેશનું અર્થતંત્ર મજબૂત હતું. જે આજે ખોખલું છે. માત્ર જાહેરાતોની પાછળ ધૂમ ખર્ચ કરે છે. શિક્ષણનું મહત્વ અને દેશના યુવકો, બાળકોનું ભવિષ્ય જોખમાય રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT