ગુજ્જુએ ભારે કરીઃ KIAના શૉરૂમ સામે જ કારને પહેરાવ્યો ચપ્પલનો હાર, જાણો શું થયું ખાટું-મોળું
હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લાના કરમસદમાં KIA શોરૂમ બહાર એક ગ્રાહકે કંપનીની સર્વિસને લઈને એક અલગ જ પ્રકારની નારાજગી વ્યક્ત કરી છે. એક ગ્રાહકે આ KIA…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લાના કરમસદમાં KIA શોરૂમ બહાર એક ગ્રાહકે કંપનીની સર્વિસને લઈને એક અલગ જ પ્રકારની નારાજગી વ્યક્ત કરી છે. એક ગ્રાહકે આ KIA કાર પર જૂતાનો હાર પહેરાવી કંપનીની સર્વિસ અંગે વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં જો તેની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કાર સળગાવી મૂકવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જેને લઈને હાલ કારને ચપ્પલ પહેરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે એક તરફ કાર માલિક કારની સર્વિસને લઈને પરેશાની વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ કંપનીના શોરૂમના મેનેજર પોતે કારની સર્વિસ માટે 24 કલાક તત્પર હોવાની વાત કરી રહ્યા છે. ગુજરાત તક દ્વારા કાર માલિક અને કંપનીના શોરૂમના મેનેજર બંને સાથે વાત કરીને સમસ્યા અંગે જાણવાનો પ્રયાસ કર્યો છે.
1 મહિનામાં જ કારમાં ખામી સર્જાવા લાગી
આજે મંગળવારે આણંદ જિલ્લાના કરમસદ પાસે KIAના શોરૂમમાં એક ગ્રાહક પોતાની કારની સર્વિસને લઈને એક અલગ જ પ્રકારનો વિરોધ કરવા પહોંચ્યા હતા. કાર માલિક મુકેશભાઈ વાઘેલાએ થોડા સમય અગાઉ KIA ગાડી લીધી હતી. પરંતુ આ કાર લીધાના એક મહિનામાં જ બે વાર કારમાં ખામી સર્જાઈ હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે અને એ ખામીનું કોઈ જ નિરાકરણ ન આવ્યું હોવાથી મુકેશભાઈ આજે શૉ રૂમની બહાર જ પોતાની KIA કાર પર જૂતાનો હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાનના PM બનવું એટલે મોતના મોઢામાં હાથ નાખવો, અનેકે ગુમાવ્યા જીવ, અનેક થયા ફરાર
શું કહે છે કાર માલિક
આ અંગે કાર માલિક મુકેશ વાઘેલાએ જણાવ્યું કે, “મેં 26 જાન્યુઆરીના રોજ KIA કંપનીના શોરૂમમાંથી KIA સેલ્ટોસ ગાડી લીધી હતી. ગાડી લીધાના પંદર દિવસની અંદર જ મારી ગાડી રવિપુરા ચોકડી પાસે ચારે ચાર વ્હીલ એકા એક શોર્ટ થઈ ગયા. કંપનીમાં જાણ કરી. કંપનીમાંથી આવીને ગાડી લઈ ગયા અને કોઈપણ જાતની સર્વિસ કર્યા વગર કંપનીએ મને કહ્યું કે હવે તમારી ગાડી સરખી થઈ ગઈ છે, આવીને લઈ જાવ અને હું ગાડી લેવા ગયો અને મેં પૂછ્યું તો મને એવું કહ્યું કે હવે ફરી કોઈ આવી સમસ્યા થશે નહીં. પછી હું આ ગાડી લઈને ગયો ત્યારે 15 દિવસ પછી ફરી વડતાલ પાસે ગાડીના તમામ વ્હીલ લોક થઈ ગયા, ગાડી ઊભી રહી ગઈ. પછી મેં ફરી કંપનીને જાણ કરી. મારી ગાડી લગભગ છેલ્લા 25 દિવસ થયા KIAના શો રૂમમાં પડી છે. પરંતુ કોઈ પણ જાતની સર્વિસ કે કોઈપણ જાતનું રિસ્પોન્સ મળ્યો નથી. જેથી મેં કાલે અહીં સેલ્સ મેનેજરને પૂછ્યું કે મારી ગાડીમાં શું પ્રોબ્લેમ હતો? તો મને કહે છે કે તમે ઊંચા અવાજે વાત ના કરશો તમારી ગાડી આ પડી. તમારી ગાડી ઘરે લઈ જાવ. હવે મને એવું છે કે, KIA ગાડી લઈને જે હું શિકાર બન્યો છું, તેને લઈને આણંદ જિલ્લાના તમામ ગ્રાહકોને જણાવું છું કે તમે KIA કંપનીની ગાડી ના લેશો. હું જેવો લૂંટાયો છું તેવું તમે ના લૂંટાઓ, તેના માટે હું બધાને વિનંતી કરું છું કે આવી કોઈ ગાડી લેશો નહીં. ગાડી લેવા આવશે ત્યારે બહુ બધા ફીચર્સ સમજાવામાં આવશે. પરંતુ એમાંના કોઈ ફીચર્સ કે કોઈ સેવા મળતી નથી. ગાડી લઈ લીધા પછી કોઈપણ જાતની જવાબદારી આ લોકો માથે લેતા નથી કે સર્વિસ મળતી નથી. એટલે વગર સર્વિસે અમે ગાડી પાછી લઈ ગયા છે અને જૂતાનો હાર પહેરાવીને સર્વિસનો વિરોધ કરીએ છે. અહીંયાની સર્વિસ કોઈ પણ મળી નથી. ખૂબ જ બેકાર સર્વિસ છે અને ત્યાં કોઈ પણ લોકોનું બોલવાનું વ્યવસ્થિત નથી. વર્તન પણ સારું નથી.
ADVERTISEMENT
મારા પરિવારની સેફ્ટીનું શું?- કાર માલિક
તેમણે વધુમાં કહ્યું કે, મેં કંપનીના એક્ઝિક્યૂટિવને કહ્ંયુ કે સર્વિસ ના કરી આપો તો ગાડીનું પેમેન્ટ પાછું આપો. કા તો મને ગાડી બદલી આપો, અથવા તો મને લેખિતમાં આપો કે આવું કંઈ થવાથી ક્યારેક મારી ફેમિલીને કંઈ થાય તો જવાબદારી તમારી રહેશે. એ લોકો કંઈ પણ જાતની જવાબદારી લેવા તૈયાર નથી. તો આટલી મોંઘી દાટ ગાડી મેં મારી ફેમિલી માટે લીધી હોય અને મારી ફેમિલીને કોઈ સેફટી જ ના મળતી હોય તો આવી ગાડી લેવાનો મતલબ શું? કોઈ સોલ્યુશન નહીં આવે તો જાહેર જનતાને જાગૃત કરવા માટે આ શો રૂમની બહાર જ બે દિવસની અંદર મારી ગાડીને પેટ્રોલ છાંટીને સળગાવી મૂકીશ. જેથી હું જે શિકાર બન્યો છું એ બીજા મારા આણંદ જિલ્લાના જે કસ્ટમર ભાઈઓ છે તેઓ આ KIA કંપનીનો શિકાર ન બને. કે જેથી મારી ગાડીના પૈસા જતા કરી હું જાહેર જનતાને અપીલ કરીશ કે આ કંપનીની ગાડી ન લેવી.”
ADVERTISEMENT
શું કહે છે કંપનીના શોરૂમ મેનેજર
આ અંગે KIA કંપનીના સર્વિસ મેનેજર ગુંજન વ્યાસે જણાવ્યું કે, “આ કારમાં કસ્ટમરને એવી કંન્સર્ન હતી કે એમના ઘર પાસે લોકેશન છે ત્યાં આગળ એમની ગાડી પાર્ક કરે અને પછી જ્યારે ફરી સ્ટાર્ટ કરે છે એ વખતે ગાડી સ્ટાર્ટ થાય છે, પણ ટાયર લોક થઈ જાય છે. એવું કંઈ એમને ફીલ થાય છે. એટલા માટે એ તરત અમને ફોન કરે છે કે ગાડીમાં આવું થયું છે. બે વખત આવું થયું છે, એપ્રોક્ષ 1 મહિનામાં. અમે બંને વખત સ્પોર્ટ પર ગયા છે. બંને વખત અમે પહોંચ્યા પછી કસ્ટમર જોડેથી ગાડીની કીસ કલેક્ટ કરીને ગાડીને સેલ મારતા ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ત્યાંથી મેં જાતે ટ્રાય કરીને ગાડી અમે સર્વિસ સેન્ટર પર લઈને આવ્યા છે. કોઈપણ પ્રકારનો આંચકો લાગવો કે ઝાટકો લાગવાનું કંઈ પણ થયું નથી. તેમ છતાં અમે ડાયગ્નોસ પણ કરેલું છે. અમારી પાસે ગાડી હતી. અમારે આટલા ટાઈમથી ગાડી સંપૂર્ણ રીતે ચેક કરેલી છે. ટ્રાયલ પણ લીધેલો છે ઉપરાંત તે સરને પણ અમે જણાવેલું છે કે અમે એપ્રોક્સ 200 કિલોમીટરનો ટ્રાયલ લીધો છે. કોઈ કન્સન નથી આવી રહી. તેમ છતાં પણ તમે ગાડી લઈ જઈ શકો છો. ભવિષ્યમાં પણ આ પ્રોબ્લેમ કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ ગાડીની અંદર તમને લાગે કંઈપણ થાય એની માટે અમે લોકો અહીંયા તુરંત જ આપની સેવામાં હાજર છે. આપને જ્યારે પણ કોઈ તકલીફ, કન્સન લાગે એની ટાઈમ અમને કોલ કરી શકો છો. અમે તમારી પાસે જે પણ ગાડીનો જે ઇસ્યુ આવતો હશે એ અમે તમને સોલ્વ કરી આપીશું.
ADVERTISEMENT
પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે: દ્વારકા મંદિરના ગર્ભગૃહમાં શરમજનક દ્રશ્યો
24 કલાક અમને કોલ કરી સમસ્યા સોલ્વ કરીશુંઃ મેનેજર
તેમણે ઉમેર્યું કે, એવું છે કે કસ્ટમરને બંને વખત એવા ટાઈમે પ્રોબ્લેમ થયો છે કે ગાડી પાર્ક કરેલી હોય અથવા તો ગાડીમાંથી બહાર ઉતર્યા હોય અને પછી આવીને જ્યારે ગાડી સ્ટાર્ટ કરી ત્યારે કન્સન થયું હોય. અમે જ્યારે સ્પોર્ટ લોકેશન પર ગયા અને અમે ત્યારે ટ્રાયલ લીધો છે. અઢીસો કિલોમીટર સમથીંગનો અત્યાર સુધી ટ્રાયલ લીધો છે. ગાડી સાત હજાર કિલોમીટર ફરી છે. એટલા ટાઈમ સુધીમાં ના રનીંગમાં પ્રોબ્લેમ થાય છે કે ના અમે પહોંચે છે ત્યારે કોઈ ડાયગ્નોસની અંદર કે, કોઈ ડ્રાઈવ કરવામાં, કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે. તેમ છતાં એમાં 250 km જેટલો ટ્રાય લીધેલો છે અને ઇન્સ્યોરન્સ આપ્યું છે કે કંઈ પણ પ્રોબ્લેમ લાગે કંઈ પણ થાય તો તમે 24 કલાક અમને ફોન કરી શકો છો. અમારો ટોલ ફ્રી નંબર છે, ઉપરાંત મારો નંબર આપેલો છે, સેલ પર્સનથી લઈને બીજા સર્વિસ સ્ટેશનમાં બધાનો નંબર આપેલો છે. તમે કોઈને પણ કોલ કરી શકો છો. અમે તરત તમારી પાસે આવી જઈશું અને જે પણ ગાડીમાં કન્શન હશે એને સંપૂર્ણપણે સોલ્વ કરવા માટે અમે કહ્યું છે.”
એક તરફ ગ્રાહક એવું કહી રહ્યા છે કે કંપની તરફથી યોગ્ય સર્વિસ નથી મળી રહી જેને લઈને આટલી મોંઘીદાટ કાર શા માટે ખરીદવી? તો બીજી તરફ શોરૂમના સેલ્સ મેનેજર જણાવી રહ્યા છે કે કંપનીમાં અમે અઢીસો કિલોમીટર સુધીનો ટ્રાયલ લીધો છે. છતાં પણ કોઈ જ તકલીફ નથી આવી રહી અને કોઈ તકલીફ થાય તો પણ અમે કસ્ટમરને એશ્યોરન્સ આપેલું છે કે અમે તુરંત જ 24 કલાક સેવા માટે હાજર છીએ. છતાં પણ હાલ કસ્ટમર ગાડીની ખામીને લઈને રોષે ભરાયેલા છે અને સમસ્યાનો સમાધાન ન આવે તો બે દિવસમાં ગાડી પણ શો રૂમની બહાર જ લાવીને સળગાવી મૂકવાની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT