ખેડાની જિલ્લા જેલના કેદીઓએ ઉજવ્યું રક્ષાબંધન, તંત્રએ અપનાવ્યો માનવીય અભિગમ
હેતાલી શાહ/આણંદ : આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે. આ તહેવારની સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ…
ADVERTISEMENT
હેતાલી શાહ/આણંદ : આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે. આ તહેવારની સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ઘરમાં ભગવાનની સાક્ષીએ બહેને પોતાના ભાઇને રાખડી બાંધી, ભાઈના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. જો કે નડિયાદ જીલ્લા જેલ બિલોદરા ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેદીભાઈઓને તેમની બહેન ખાસ રાખડી બાંધવા જીલ્લા જેલ બિલોદરા ખાતે પહોંચી હતી.
જેના પગલે જેલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામા આવી હતી. જેલના કાચા તથા પાકા કામના કેદીઓને તેમની બહેને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યુ હતુ. તો મહિલા કેદીએ પણ તેમના ભાઈઓને રાખડી બાંધી હતી. દરમ્યાન જેલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. દર વર્ષે જીલ્લા જેલ બિલોદરા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ઉજવણી કરાઈ હતી. અને બહેનોએ પોતાનો ભાઈ જલ્દી સજા મુક્ત થઈ ઘરે આવે તેવી શુભેચ્છા પાઠવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
બહેનો દ્વારા પોતાના ભાઇઓ પર પ્રેમ વર્ષા તો કરી હતી પરંતુ સાથે સાથે જેલના સુપ્રીટેન્ડન્ટ પર પણ પ્રેમવર્ષા કરી હતી. આશિર્વાદ આપતા તેમણે જણાવ્યું કે, અમારા ભાઇ જેલમાં છે ત્યારે આવા પ્રસંગે અમારી મુલાકાત થવા દીધી તે માનવીય અભિગમ બદલ જેલર સાહેબનો ખુબ ખુબ આભાર. તેમના કારણે અમે અમારા ભાઇને આજના અમુલ્ય પર્વે રાખડી બાંધી શક્યા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT