ખેડાઃ વસો તાલુકા પંચાયતના કર્મચારીને આવ્યો હાર્ટ એટેક, ‘મેરી મીટ્ટી મેરા દેશ’ કાર્યક્રમથી પાછા આવ્યા અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ વસો તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટએટેકથી મોત થતા કચેરીમા શોકની લાગણી વ્યાપી છે. વસો તાલુકા પંચાયતમા વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા અજેયસિંહ જામનું અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. તેઓ ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના પૂર્વ મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.

UAE ગુમ થયેલા પુત્રને શોધવા પહોંચ્યું દંપત્તી, પુત્રને જોયો તો પગ તળેથી જમીન સરકી ગઇ

કારમાંથી બહાર નીકળતા જ ગભરામણ…

આજ કાલ હાર્ટ એટેકથી મોતની ઘટના અવાર નવાર સામે આવી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એવામા આજે ખેડા જિલ્લાના વસો તાલુકા પંચાયતમા ઈટીડીઓ તરીકે વર્ષ 2015 થી અવિરત 56 વર્ષીય અજયસિંહ જશવંતસિંહ જામ ફરજ બજાવી રહ્યા હતા. આજે દરરોજની જેમ અજયસિંહ પોતાની કચેરીએ આવ્યા ફરજ નિભાવવા આવ્યા હતા. અને અગાઉથી નક્કી થયેલ પ્રોગ્રામ મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ મા ગયા હતા. જ્યા પ્રોગ્રામ પત્યા બાદ કચેરીએ પહોંચ્યા હતા. જોકે કારમાંથી બહાર નિકળતા હતા અને અચાનક ગભરામણ થતા તેમને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર અજયસિંહને એક બાદ એક એમ બે એટેક સાથે આવી ગયા હતા. અને ગણતરીના કલાકમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT