યુગન્ડામાં ગુજરાતી યુવકની હત્યાઃ 24 વર્ષના કુંતજ પટેલના હત્યારાએ કરી આ ચોંકાવનારી વાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ મહેતા.નડિયાદઃ વિદેશમાં ગુજરાતીઓની હત્યા અવારનવાર સામે આવી રહી છે. આજે આફ્રિકાના યુગાન્ડામાં ભારતીય મૂળના ગુજરાતી યુવકની હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. હત્યા કરનાર હત્યારો પોલીસના હાથે ગણતરીના કલાકોમાં આવી ગયો છે. તેની પુછપરછમાં પ્રારંભીક ધોરણે એવી ચોંકાવનારી વાત આવી છે કે હત્યા કરનાર બીજું કોઈ નહીં તે યુનાન્ડા પોલીસનો કોન્સ્ટેબલ છે. સાથે જ યુવકના મોતને લઈને યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

4 વર્ષ પહેલા જ પરિવાર સાથે થયો હતો સ્થાયી
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સાંઢેલીગામનો 24 વર્ષીય કુંતજ થોડા સમય પહેલાજ યુગાન્ડામાં સેટ થયો. તેના લગ્ન 4 વર્ષ પહેલા પ્રેકતિશા સાથે થયા હતા. અને લગ્ન બાદ બન્ને પતિ પત્નિ યુગાન્ડામાં સ્થાયી થયા હતા. કુંતજ યુગાન્ડામાં તેના માસીની કીરણા સ્ટોરમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. પરંતુ તારીખ 27 ના રોજ બપોરે 12 વાગે જ્યારે કુંતજ કીરણા સ્ટોરથી ઘર તરફ જઈ રહ્યો હતો દરમ્યાન કરૂણ ઘટના બની. જેમા  સ્ટોરની બહાર જ હત્યારો કુંતજને છાતીના ભાગે જ ગોળી મારી ફરાર થઈ ગયો.

હત્યાનું કારણ અકબંધ
ઘટનાની જાણ થતા યુગાન્ડા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લગભગ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વાત સામે એવી આવી રહી છે કે, હત્યા કરનાર બીજુ કોઈ નહીં પણ યુગાન્ડા પોલીસનો કોન્સ્ટેબલ હતો. હત્યા શા માટે કરવામાં આવી તે કારણ હજી અકબંધ છે. હાલ તો પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે. જોકે કુંતજના મોતને પગલે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT