ખેડાઃ ઠાસરા પંચાયતના BJP પ્રમુખના પુત્રએ કર્યો આપઘાત, 28 વર્ષની નાની ઉંમરે જીવન ટુંકાવ્યું
હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કોઈ અગમ્ય કારણોસર 28 વર્ષીય રાહુલે આપઘાત…
ADVERTISEMENT
હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કોઈ અગમ્ય કારણોસર 28 વર્ષીય રાહુલે આપઘાત કરતા પરીવારમા ઘેરા શોકની લાગણી વ્યાપી છે. ઘટનાને લઈને પોલીસે હાલ તો પ્રારંભીક તપાસ આરંભી છે પરંતુ હજુ સુધી પોલીસને એ જાણકારી મળી શકી નથી કે આ યુવાને આપઘાત કેમ કર્યો હતો. આ મામલાને લઈને વિસ્તારમાં વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે પરંતુ હાલ પુરતું પોલીસની તપાસ આ ઘટનાને લઈને ચાલી રહી છે.
સુરતના પૂણામાં વરસાદી પાણી ભરાતા મેયરનો લોકોએ હુરિયો બોલાવ્યો, લોકોનો આક્રોશ જોઇને નેતાએ ચાલતી પકડી
લગ્નને હજુ પાંચ જ વર્ષ થયા હતા અને…
આજે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કાનજીભાઈ લક્ષ્મણભાઈ સોલંકીના 28 વર્ષીય પુત્ર રાહુલે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર, રાહુલ તેના પરીવાર સાથે ઠાસરા તાલુકાના માસરા ગામમા રહેતો હતો. રાહુલે બપોરના સમયે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની જાણકારી સામે આવી છે. જેની જાણ પરિવારજનોને થતા રાહુલને તાત્કાલિક ઠાસરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનુ મોત થઈ ગયું હોય હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા ઠાસરા પોલીસ હોસ્પિટલ પહોંચી રાહુલની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ તેની અંતિમ વિધી કરવામાં આવી. મહત્વનું છે કે, રાહુલના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા. આ 5 વર્ષના લગ્નજીવનમાં 1 વર્ષીય બાળક પણ છે. જે હાલ નોંધારા બન્યા છે. ઘટનાને પગલે પરિજનો હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. રાહુલની પત્ની અને માતા ચોધાર આંસુએ પોક મુકીને રડી રહ્યા હતા. જેને લઈ હોસ્પિટલમાં શોકની વાતાવરણ સર્જાયું હતું. હાલતો આ ઘટના અંગે પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર ઘટના અંગે પુછપરછ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT