ખેડા સિરપ કાંડ: 3 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, વડોદરાના પણ બે શખ્સની પણ સંડોવણી સામે આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kheda News: ખેડામાં તાજેતરમાં થયેલા સિરપ કાંડમાં 5 લોકોના મોત નિપજ્યા છે. કરિયાણાની દુકાનમાંથી વેચાયેલી આયુર્વેદિક સિરપ પીવાથી યુવકોના ટપોટપ મોત બાદ પોલીસે તપાસ શરૂ કરીને 3 સામે ગુમો નોંધ્યો હતો અને અટકાયત કરી હતી. આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નડિયાદ કોર્ટમાં આરોપીઓને રજૂ કરાયા હતા

ખેડાના બિલોદરામાં સિરપ કાંડમાં પોલીસે 3 આરોપીઓને પકડીને આજે નડિયાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જોકે આરોપીઓના 11 ડિસેમ્બર સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ કેસની સમગ્ર તપાસ માટે સરકારે SOG PI ડી.એન ચુડાસનાના નેતૃત્વમાં SITની રચના કરી છે.

વડોદરાના બે શખ્સના નામ ખૂલ્યા

નડિયાદના બિલોદરા અને બગડુગામે 5 લોકોનાં મોતની ગંભીર ઘટનામાં આખરે ગત મોડી સાંજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં પ્રથમ નંબર પર આરોપી તરીકે યોગેશ પારુમલ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર સોઢા (ભાજપ પૂર્વ કોષાધ્યક્ષ), ઈશ્વર સોઢા, વડોદરાનો નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વિરુદ્ધ ગુનો નોંધાયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બેદરકારી દાખવવા અને સાઅપરાધ માનવ વધની કલમો ઉમેરી છે.

ADVERTISEMENT

આરોપીઓએ નદીમાં ઠાલવી દીધી હતી બોટલો

ઉલ્લેખનીય છે કે વડોદરાનો નીતિન કોટવાણી કેમિકલના વેપલામાં કુખ્યાત છે. અગાઉ નકલી સેનેટાઈઝર સહિતના પ્રકરણોમાં પણ તેની ધરપકડ કરાઈ હતી. આ પાંચેય આરોપીઓ સામે આઇપીસી કલમ 304, 308, 328,465, 468, 471, 274,275, 276, 34, 201 તેમ જ પ્રોહિબિશન એક્ટ 65 (અ) મુજબ ગુનો નોંધાયો છે. મહત્વની બાબત છે કે, પોલીસે પાંચ સામે ગુના નોંધ્યા છે, જેમાં ત્રણ આરોપીને અગાઉથી જ રાઉન્ડઅપ કરેલા છે, જોકે બે આરોપીઓ હજી ફરાર છે. રાઉન્ડ અપ કરેલા ત્રણ આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, બિલોદરા ગામમાં શંકાસ્પદ મોત થતાં અમે બાકી વધેલી બોટલો નદીના પાણીમાં ઠાલવી દીધી હતી. આ ઉપરાંત અન્ય બોટલોને પણ વીણા ગામની સીમમાં આવેલા ગોડાઉન નજીક બાળી દીધી હતી.

(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT