Kheda rape case: નડિયાદમાં કિશોરી પર 7 શખ્સોએ દુષ્કર્મ કર્યાનો આક્ષેપ, પિતાએ પણ ના છોડી, દર્દનાક ઘટના

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kheda rape case: ખેડા જિલ્લામા પિતા પુત્રીના પાવન સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમાં દિવ્યાંગ પિતાએ પોતાની જ 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. એટલુ જ નહીં પિતા ન હોય ત્યારે સાત જેટલા સગીર વયના કિશોરોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી છે. જોકે હાલ આ સમગ્ર ઘટનામા ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમના આધિકારીની સામે આ ઘટના આવતા નડિયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. જોકે અહીં કિશોરી સાથે બનેલી દર્દનાક ઘટનાને લઈને ઠેરઠેર ફિટકાર વરસી રહ્યો છે. હવે જોવું રહ્યું કે કિશોરીને ક્યારે ન્યાય મળે છે અને તેના પર દુષ્કર્મ આચરવાના આરોપો મામલે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે.

પિતા એક વખત નહીં અવારનવાર દુષ્કર્મ આચરતો

ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને હાલ પિતા અને દીકરીના જે સંબંધ છે, તેની પર કલંક લાગ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં એક ગામમાં રહેતા દિવ્યાંગ પિતા પર ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ ઘટના ત્યારે પ્રકાશમા આવી જ્યારે દીકરી જે હોસ્ટેલમાં રહીને ભણતી હતી ત્યાં બાળ સુરક્ષા વિભાગ દ્વારા પોક્સો એક્ટને લઈ એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. સેમિનાર જેવો પુર્ણ થયો કે દીકરી તુરંત જ રડવા લાગી હતી. જેને લઈને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓએ દીકરીનું કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ખેડા જિલ્લાના નડિયાદના એક ગામમાં રહેતી આ 13 વર્ષીય સગીરાના માતા તે નાની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી. તેના પિતા દિવ્યાંગ હતા. થોડા સમય બાદ તેના પિતાએ નેપાળી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરાને પોતાની ઘરે ભણવાનું ફાવતું ન હતું. તેને લઈને તે બીજા ધોરણમાં હતી ત્યારથી જ હોસ્ટેલમાં રહેતી હતી. પણ સમયાંતરે તે પોતાના ઘરે પણ જતી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષથી દીકરીના પિતા કે જે પોતે દિવ્યાંગ છે તે દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં આ દીકરી પર સાત જેટલા કિશોરોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની વાત દીકરી દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં દીકરી કહી રહી છે કે, જે સાત કિશોર હતા તે બે બે ની જોડીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વાત દીકરીએ જિલ્લા બાળ સુરક્ષા વિભાગની કાઉન્સિલિંગ ટીમને કરતા તેઓ પણ ચોંકી ગયા હતા. સગીર દીકરીનું અલગ અલગ દિવસે કાઉન્સિલિંગ કરી સમગ્ર હકીકત મેળવી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. સાથે જ પોલીસ સાત કિશોરો પર પણ જે આક્ષેપ કરવામાં આવ્યા છે, તેમની પણ તપાસ કરી રહી છે. હાલ તો સગીરાનું મેડીકલ પણ કરાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢમાં માતાએ નહાવાનું કહેતા 5 વર્ષનું બાળક કારમાં છુપાઈ ગયું, ગૂંગળાઈ જતા મોત

7 કિશોરોએ દુષ્કર્મ કર્યાની વાત કરી પિતાને તો તેણે ના કરી મદદ

ખેડા જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારી કીર્તિ જોશીના જણાવ્યા અનુસાર, “એક સગીર વયની દીકરીએ અમને કાઉન્સિલિંગ દરમિયાન ફરિયાદ કરી હતી, તે ફરિયાદના આધારે એ દીકરી એવું જણાવ્યું હતું કે, મારા સગા પિતાએ મારી સાથે અવારનવાર દુષ્કૃત્ય કરે છે. જેથી અને રૂરલ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને આજે સમગ્ર ઘટના છે, એ દીકરીએ લેખિતમાં અને કાઉન્સેલિંગમાં અમને આપેલી છે. જેના આધારે અમે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. હું જાતે ફરિયાદી છું. અન્ય સાત લોકોના નામ પણ દીકરી બોલી રહી છે. અમે હાલ એફઆઇઆર આપી છે. પોલીસને તપાસના કામે આગળ જે આવે એ તપાસનો વિષય છે. પણ અમારી પાસે જે પ્રાથમિક વિગતો આવી છે એના આધારે અમે એફઆઇઆર નોંધાવી છે. દીકરી હાલ ધોરણ સાતમાં ભણે છે. દીકરીની સાવકી મા પણ છે અને દીકરીના માતા દીકરી બે વર્ષની હતી, ત્યારે મરણ ગયેલી છે. દીકરીના પિતા જોબ કરે છે અને પિતા પોતે દિવ્યાંગ છે. દીકરી અમારા ઓબઝર્વેશનમાં છે. જેથી કરીને એનો અવારનવાર કાઉન્સિલિંગ થતું હોય છે. દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં અમારું બાળ સુરક્ષાનો એક પ્રોગ્રામ કર્યો હતો. જ્યાં પોક્સો એક્ટને લઈને માહિતી આપવામાં આવી હતી. એને લઈને દીકરીને ખબર પડી કે આવું કઈ છે. દીકરી‌ સેમિનાર દરમિયાન રડી પણ હતી. બધા એ પૂછ્યું પણ કંઈ દીકરી કઈ જવાબ ના આપ્યો પણ ત્યારબાદ દીકરીની થોડી હિંમત ખુલી અને એ પ્રોગ્રામ થયા પછી પણ વીસ દિવસ એને લાગ્યા પોતાની આપ વીતી બહાર કાઢતા. જ્યારે પ્રોગ્રામ થયો તે 29-8 તારીખ હતી. એ અમારા ઓફિસ દ્વારા જ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 17 તારીખનું જે કાઉન્સિલિંગ હતું સાંજના તેમાં દીકરીએ થોડી ઘણી વિગત કહી હતી. 18 તારીખમાં લેખિતમાં આપ્યું અને અમારા કચેરીના જે અધિકારી છે તેમણે એનું કાઉન્સિલિંગ કર્યું અને ત્યારબાદ વધારાની વિગતો બહાર આવી. ત્યારબાદ દીકરીને કહેવામાં આવ્યું કે જે કંઈ પણ છે તે તું લેખિત આપ, હજુ પણ કંઈ કહેવું હોય તો. એટલે 19 તારીખે ફરીથી એને થોડું ઘણું લેખિતમાં આપ્યું અને ૧૯ તારીખે અમારે રજા હોય જેથી કરીને અમે 20 તારીખે ફરીથી દીકરીને મળ્યા અને એનું કાઉન્સેલિંગ કર્યું. તે અવારનવાર એવું જણાવે છે દીકરી કે રજાઓ માં જ્યારે હું ઘરે જતી હતી ત્યારે પિતા દ્વારા તેની પર દુષ્કર્મ કરવામાં આવતું સાથે જ અન્ય સાત લોકોના નામ પણ દીકરી કહી રહી છે. જેમાં બે બેની જોડીમાં જે સગીર વયના જે કિશોરો છે તે તેની પર દુષ્કર્મ આચરતા હતા. દીકરી એ તેના પિતાને પણ વાત કરી હતી. પરંતુ પિતાએ કંઈ જ કહ્યું નહીં. હાલ અમે પોલીસ ફરિયાદ કરી છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે.”

ADVERTISEMENT

મહત્વનું છે કે, માત્ર 13 વર્ષની સગીર વયની દીકરી પર પોતાના પિતાએ જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના કિસ્સાને લઈને ચકચાર તો મચી જ છે. પરંતુ દીકરી દ્વારા આ જે સાત લોકોના નામ લેવામાં આવ્યા છે, તે સાત લોકો પણ સગીર વયના છે. જેને લઈને આ ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે જે સોશિયલ મીડિયામાં વધી રહેલું દૂષણ આ ઘટનાઓ માટે જવાબદાર હોય તેવી ચર્ચા એ પણ આ ઘટના સામે આવતા જોર પકડ્યું છે.

(હેતાલી શાહ, આણંદ)

    follow whatsapp

    ADVERTISEMENT