Kheda: ગુજરાતમાં વધુ એક શિક્ષિકાની લાલિયાવાડી, ચાલુ નોકરીએ 1 વર્ષથી અમેરિકામાં છે

ADVERTISEMENT

Kheda News
Kheda News
social share
google news

Kheda News: ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકોની ગેરહાજરીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠાની સરકારી શાળામાં 8 વર્ષથી શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું, આ વચ્ચે હવે ખેડામાં પણ આ પ્રકારનો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરકારી શાળાની શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી શાળાએ મોઢું બતાવવા પણ આવ્યા નથી અને NOC લીધા વગર જ વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. પરિણામે બાળકોના શિક્ષણને અસર પડી રહી છે.

1 વર્ષથી શિક્ષિકા વિદેશમાં

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર 1 સપ્ટેમ્બર 2023થી ગેરહાજર છે. તેમણે શિક્ષણ વિભાગ પાસેથી કોઈપણ જાતની NOC લીધા વિના અમેરિકા જતા રહ્યા છે અને 1 વર્ષથી હાજર રહ્યા નથી. પ્રાથમિક શિક્ષા વિભાગ તરફથી શિક્ષિકા સોનલબેનને નોટિસ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી સોનલબેન તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સ્કૂલમાં ધોરણ 1થી 8 સુધીમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 

શિક્ષકોની લાલિયાવાડી સામે શિક્ષણમંત્રી ગંભીર

સોનલ પરમારની ગેરહાજરી વિશે મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરવામાં આવી છે જેથી તેમની ગેરહાજરી પૂરવામાં આવી રહી છે. એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડીના કિસ્સાઓ સામે આવતા હવે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર હરકતમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદેશમાં પગાર થાય એ ગંભીર બેદરકારી છે. ગેરહાજર શિક્ષકની સાથે શિક્ષકની હાજરી પૂરનાર આચાર્ય સામે પણ કાર્યવાહી કરીશું. સમગ્ર રાજ્યમાં તપાસ કરાવી આવા શિક્ષકોને ઘરભેગા કરવામાં આવશે.

ADVERTISEMENT

(હેતાલી શાહ, ખેડા)
 

    follow whatsapp

    ADVERTISEMENT