બોલો… મહિલા પોલીસ જ બની ટાર્ગેટઃ ખેડાની યુવા મહિલા અધિકારીની મોર્ફ તસવીરોને દર્શાવી ગંદી રીતે, FB પર વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ સોશિયલ મીડિયામાં જો તમે પોતાનો આઈડી ધરાવો છો અને પોતાના ફોટોઝ અપલોડ કરો છો તો થઈ જજો સાવધાન. કારણકે અત્યાર સુધીને તો સામાન્ય મહિલાઓ કે છોકરીઓ સાયબર ક્રાઇમનો ભોગ બનતી હતી. પરંતુ હવે મહિલા પોલીસ જ સાયબર ક્રાઇમનો ભોગ બની છે. જી હા, ખેડા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીના સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલા ફોટોઝને મોર્ફ કરી, કોઈ ચાર અલગ અલગ આઈડી ધારકોએ વાયરલ કરતા ચકચાર મચી છે. જે અંગે મહિલા પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

RSS પ્રચારક પર હુમલાના આરોપીઓની માં બોલી બાળકોને માફ કરો

પોતાના મોર્ફ અભદ્ર ફોટોઝ જોઈ ચોંકી ગયા મહિલા પોલીસ અધિકારી

આજ કાલ સોશ્યલ મીડિયામાં લોકો બિન્દાસ ફોટોઝ અપલોડ કરે છે અને કેટલાક ઈસમો આ ફોટોઝનો દુરુપયોગ કરી કેટલીય મહિલાઓ કે છોકરીઓને બદનામ કરતા હોય છે. આવી ઘટનાઓ પણ અવાર નવાર સામે આવતી હોય છે. પરંતુ એક મહિલા પોલીસ અધિકારી આવી ઘટનાનો ભોગ બનતા ચકચાર મચી છે. આ મહિલા પોલીસ કર્મચારી ખેડા જિલ્લાના એક પોલીસ મથકમાં ફરજ બજાવે છે. મહિલા પોલીસ કર્મચારીના ધ્યાને પોતાના જ મોર્ફ કરેલા ફોટોઝ આવતા તે ચોંકી ગયા હતા. પોતે તપાસ કરતા ફેસબુકના 4 જુદા જુદા નામધારી આઈડી ધારકોએ તેમના ફોટોઝ કોઈ રીતે મેળવ્યા હતા. ત્યાર બાદ આ ચારેય આઈડી ધારકોએ મહિલા પોલીસ કર્મચારીના મેળવેલ ફોટોઝને એડીટીંગ કરી બિભત્સ બનાવ્યા હતા. ત્યાર પછી મોર્ફ કરેલા મહિલા પોલીસ કર્મચારીના ફોટોઝ સોશિયલ મીડિયાના ફેસબુકમાં અરવિંદ રાણા, અંજલી ઠાકુર, વર્ષીકા રાજપુત અને અહલ્યાવર્તી ઉર્ફે પ્રણવ આઈડી ધારકોએ પોતાના એકાઉન્ટમાં અપલોડ કરી વાયરલ કર્યા છે. આ ઘટના સામે આવતા મહિલા પોલીસ કર્મચારીએ આ અંગે જિલ્લાના એક પોલીસ મથકે જઈ પોતાના મોર્ફ કરેલ બિભત્સ ફોટોઝ વાયરલ કરી પોતાની બદનામી કરનાર સોશિયલ મીડિયાના ચારેય ફેસબુક આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો આ તરફ મહિલા પોલીસ કર્મચારી જ આવી ઘટનાનો ભોગ બનતા પોલીસબેડામાં પણ ખળભળાટ મચ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT