ખેડામાં શેઢી નદીના કાંઠેથી હજુ મળી રહી છે 6 લોકોના જીવ લેનારી આયુર્વેદિક સિરપ, યુવકે પી લેતા દોડધામ મચી
Kheda News: ખેડામાં તાજેતરમાં જ નશા માટે આયુર્વેદિક સિરપ પીવાના કરાણે 6 વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. જેના કારણે રાજ્ય ભરમાં પોલીસ દ્વારા આયુર્વેદિક સિરપ વેચતા…
ADVERTISEMENT
Kheda News: ખેડામાં તાજેતરમાં જ નશા માટે આયુર્વેદિક સિરપ પીવાના કરાણે 6 વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. જેના કારણે રાજ્ય ભરમાં પોલીસ દ્વારા આયુર્વેદિક સિરપ વેચતા લોકો પર દરોડા પાડીને મોટી સંખ્યામાં આવી નશાયુક્ત સિરપ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે ખેડામાં હવે એક યુવકે આપઘાત કરવા આ આયુર્વિદક સિરપ પી લીધી હોવાનું સામે આવ્યું છે. સિરપ પીધા બાદ શરીર, માથામાં દુઃખાવો અને આંખોમાં બળતરા થતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
નદીમાંથી મળેલી બોટલ આપઘાત કરવા પી લીધી
વિગતો મુજબ, ખેડામાં સોમવારે બિલોદરાના હેમંત ચૌહાણ નામનો શખ્સ તેના કૌટુંબિક ઝઘડાથી કંટાળીને શેઢી નદીના કિનારે બેસી ગયો હતો. અહીં તેને આયુર્વેદિક સિરપની બોટલ મળી આવતા તેણે આપઘાત કરવા માટે તે પી લીધી હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. યુવકની તબિયત લથડતાં તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકને છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, આંખોમાં બળતરા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જોકે હવે તે સ્થિર છે. આ ઘટનાની જાણ થતાં જ ખેડા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને મોડી રાત્રે ખેડા ડીએસપી રાજેશ ગઢિયા અને ડીએસપી વી.આર.બાજપાઈ તાત્કાલિક બિલોદરા નજીક શેઢી નદીના કિનારે પહોંચી ગયા હતા. સવાર સુધી નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે શેઢી નદીમાં શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT
(હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT