દૂધના ટેન્કરમાં દારુ!: ‘પુષ્પા’ની જેમ આઈડિયા લગાવવામાં ફસાઈ ગયો બુટલેગર, જાણો શું થયું ખેડામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ દારૂની હેરાફેરી કરવા માટે હવે બુટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. આજે આવી જ એક તરકીબનો પર્દાફાશ ખેડા એલસીબી પોલીસની ટીમે કર્યો છે. પોલીસે બાતમીના આધારે દૂધની ટેન્કરમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. મહુધા સીએનજી પમ્પ પાસેથી બાતમીના આધારે ખેડા એલસીબીએ દૂધની ટેન્કરમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં છુપાવી લઈ જવાતો 30 લાખ રૂપીયાનો દારૂ તથા 10 લાખ રૂપીયાની ટ્રક મળી કુલ 40 લાખ રૂપીયાનો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ ટ્રક ડ્રાઇવરને પોલીસે સ્થળ પરથી ઝડપ્યો છે, જ્યારે અન્ય બે ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પુષ્પાની જેમ દૂધના ટેન્કરમાં બનાવ્યું ગુપ્ત ખાનું
ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, ખેડા જિલ્લાના મહુધા ઉંદરા ભાગોળ પાસે એક દૂધના ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કઠલાલથી મહુધા થઈ મહેમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન બાતમી વાળી ટેન્કર નંબર જીજે 18 AT 9517 ની મહુધા ટી પોઇન્ટ તરફથી આવતા પોલીસે ટેન્કરને રોકી તપાસ હાથ ધરી હતી. ટેન્કરના કેબિનમાં જોતા કેબિનમાં માત્ર ડ્રાઇવર બેઠેલો હતો. અને ડ્રાઇવરને ગાડીમાંથી નીચે ઉતારી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ટેન્કરના ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જેને લઇને પોલીસે ટેન્કરની તપાસ કરતા ટેન્કરના ગુપ્ત ખાનામાં વિદેશી દારૂના બોક્સ ગોઠવાયેલા હતા.

ADVERTISEMENT

ગુજરાતઃ બિરલા પ્લોટનો વિરોધ કર્યો તો ગંભીર મામલાઓમાં કરી દીધો કેસ, કોર્ટના ન્યાયથી અધિકારીને લપડાક

જેની ગણતરી કરતા અલગ અલગ માર્કાની કુલ 6 હજાર 22 નંગ બોટલો કિંમત 30,11,000 રૂપીયાનો મળી આવ્યો હતો. જેને લઇને પોલીસે દૂધના ટેન્કર ચાલક રાજસ્થાનનો માંગીલાલ બિસ્નોઇને દસ લાખ રૂપિયાની ટેન્કર સાથે ઝડપી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં આ દારૂનો જથ્થો કોણે મોકલી આપ્યો અને કોને આપવાનો હતો તે બાબતે આરોપીએ પોલીસને જણાવ્યું કે, ખેડા પહોંચી રઘુનાથરામ જ્યાં કહે ત્યાં આપવાનો હોવાનું જણાવ્યું સાથે જ વિદેશી દારૂ ભરેલ ગાડી ના ટેન્કરના માલિક બનાસકાંઠાના ભુપતભાઈ ડાભી તથા જેણે દારૂ મોકલ્યો હતો તે રાજસ્થાનનો રઘુનાથરામ ગોદારા સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વનુ છે કે, મધ્ય ગુજરાત દારૂ હેરાફેરીનું સિલ્ક રૂટ બની ગયો છે. અને આ જ રસ્તે અવારનવાર દારૂની હેરાફેરી પોલીસ ઝડપી પાડે છે. છતાંય બુટલેગરો અવનવી તરકીબો દારૂની હેરાફેરી કરવા માટે અપનાવી રહ્યા છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં ખરા અર્થમાં દારૂબંધી છે કે કેમ? તે પણ સવાલ લોક મૂખે ચર્ચાઈ રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT