દિલ્હીના દર્દનાક અકસ્માત બાદ પણ સુધર્યા નહીં- ખેડામાં બન્યો આવો બનાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નડિયાદઃ ખેડાના ખાત્રજ પાસે આજે ગુરુવારે બાઈક સવાર બે યુવકોને કઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ ગયો છે. આ ઘટનામાં વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે તે બંનેનું ત્યાં સ્થળ પર જ મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે પોલીસે આ ઘટનાને પગલે સ્થળ પર પહોંચી આ વાહન ચાલક કોણ છે તેની તપાસ હાથ ધરી છે. ઉપરાંત બંને યુવકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ તરફ આપણે સહુ જાણીએ છીએ કે દિલ્હીના અંજલિના અકસ્માતની ઘટના પછી બેફામ વાહન ચાલકોએ પોતાની માનવતાને જાણવાની જરુર ઊભી થઈ છે. અકસ્માત બાદ પણ શક્ય છે કે જો વ્યક્તિની મદદ કરવામાં આવે તો તેનો જીવ બચી શકે.

બંને યુવકોનું કરુણ મોત
પ્રાપ્ત વિગતો અનુસાર ખાત્રજ પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની છે. ખાત્રજના હેબ્રોનપુરાની નજીક થયેલી ઘટનામાં બાઈક પર સવાર બે યુવકોનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર માંકવા ગામના વિજય અને તેનો દોસ્ત ભરત ભોઈ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈક વાહન ચાલક તેમને ટક્કર મારીને ત્યાંથી ભાગી ગયો હતો. આ વાહન ચાલકનું ટક્કર મારીને ભાગી જવા પાછળ શું કારણ છે તે પણ હાલ એક પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે હમણા જ દિલ્હીમાં યુવતીને ટક્કર મારીને કાર ચાલકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પરંતુ યુવતી કાર નીચે ફસાઈ ગઈ હતી અને તેના કારણે તેનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના પછી પણ લોકોમાં વાહન ચલાવવાને લઈને સજાગતા આવવી જરૂરી બની છે.

વાહન ચાલક સામે પોલીસે નોંધ્યો ગુનો
હાલની વાત કરીએ તો આ ખેડાના અકસ્માતમાં પણ યુવકોને ફંગોળી નાખ્યા પછી આ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બંને યુવકોનું સ્થળ પર કરુણ મોત થયું છે. અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને તેની તપાસ પછી લાશને પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ હેતાલી શાહ, નડિયાદ)

    follow whatsapp

    ADVERTISEMENT