યુવરાજસિંહની ભાવનગરમાં પુછપરછ વચ્ચે ખેડામાંથી પકડાયું ડુપ્લીકેટ માર્કશીટ-સર્ટિફિકેટ કૌભાંગ
હેતાલી શાહ.ખેડાઃ હાલમાં ગુજરાતમાં ડમીકાંડ, નકલી માર્કશિટ, નકલી પ્રમાણ પત્રોના મામલામાં યુવરાજસિંહે ઘણા ગંભીર ખુલાસાઓ કર્યા છે. ભાવનગર પોલીસ આ મામલાને લઈને યુવરાજસિંહની એક તરફ…
ADVERTISEMENT
હેતાલી શાહ.ખેડાઃ હાલમાં ગુજરાતમાં ડમીકાંડ, નકલી માર્કશિટ, નકલી પ્રમાણ પત્રોના મામલામાં યુવરાજસિંહે ઘણા ગંભીર ખુલાસાઓ કર્યા છે. ભાવનગર પોલીસ આ મામલાને લઈને યુવરાજસિંહની એક તરફ પુછપરછ કરી રહી છે ત્યાં બીજી તરફ ખેડામાં નકલી માર્કશિટ અને સર્ટિફિકેટનું મોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટના રેકેટનો પર્દાફાશ કર્યો છે. નડિયાદ પોલીસે કરેલી આ કાર્યવાહીમાં ઘણા મોટા ખુલાસાઓ થયા છે.
SSC, HSC… અરે તમે માગો એ સર્ટિફિકેટ
હાલમાં વિદેશ જવાનું ચલણ ખૂબ જ વધ્યું છે અને વિદેશ જવા માટે કેટલાક સર્ટિફિકેટની પણ જરૂર પડતી હોય છે. ત્યારે આવા સર્ટીફિકેટ માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જેનો ફાયદો કેટલાય લેભાગુ તત્વો પોતાના આર્થીક ફાયદો કરવા માટે ઉઠાવતા હોય છે. આવું જ કૌભાંડ ખેડા જિલ્લામાં સામે આવ્યું છે. જેમાં ખેડા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક વ્યક્તિને શંકાના આધારે ઝડપી પુછપરછ કરી હતી અને પૂછપરછમાં મોટો મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં એસએસસી, એચએસસી સહિત અન્ય ફિલ્ડના દેશની નામાંકિત સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બોગસ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપી પાસેથી આવા માર્કશીટ અને સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. જેને લઈને ઠાસરા ના નેશ, ઉમરેઠના થામણા અને ઉત્તર પ્રદેશના શખ્સ સામે હાલમાં પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જે પૈકી જે વ્યક્તિની શંકાના આધારે અટકાયત કરી હતી તે ઠાસરા ના નેશગામના યુવાનની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
યુવરાજ સિંહને આશંકા કે, તેમને પતાવી દેવામાં આવશે… શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન
બાતમી પોલીસને ડાકોર સુધી લઈ ગઈ
ખેડા એસ.બી ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ડાકોરમાં એક શખ્સ બોગસ માર્કશીટો બનાવી આપે છે. જે બાતમીના આધારે ખેડા પોલીસની ટીમે ડાકોરમાં સરકારી દવાખાના પાસેથી એક ઈસમને ઝડપ્યો હતો. જેની પૂછપરછ કરતા તે કિરણ પ્રતાપ ચાવડા હોવાનું જણાવ્યું હતું. અને તેની પાસેથી શંકાસ્પદ માર્ક્સસીટો અને કોલેજ પાસ કરેલા સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જેને લઈને પોલીસે આ કિરણ નામના શખ્સને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી હતી. પુછપરછમાં કિરણે માર્કશીટ અને સર્ટિફિકેટ ડુબલીકેટ હોવાનું જણાવતા ડુબલીકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ADVERTISEMENT
અન્ય રાજ્યોની પણ બનતી માર્કશિટ્સ
પૂછપરછ દરમિયાન કિરણ નામના શખ્સે પોલીસને જણાવ્યું હતું કે, તે જે મકાનમાં રહે છે, તેમાં પણ આવા અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ છે. જેને લઇને પોલીસે કિરણના ઘરે જઈ તપાસ કરતા બનાવટી સર્ટિફિકેટ અને માર્કશીટો મળી આવી હતી. જેમાં એસએસસીની, એચએસસીની માર્કશીટ, પ્રોવિઝન સર્ટિફિકેટ , માઈગ્રેશન સર્ટિફિકેટ, સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટી મેરઠ, યુપી, બીએની માર્કશીટો બીકોમની માર્કશીટ તથા બીસીએની માર્કશીટો મળી કુલ 60 જેટલી ડુબલીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ કબજે કરાયા છે. આ તમામ માર્કશીટો કુરિયર દ્વારા મોકલ્યા હોવાનું પોલીસનું અનુમાન છે. આ સાથે જ આ બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામના નયન જયેશ પરમાર મારફતે મળી હતી અને આમાં ઉત્તર પ્રદેશના ડોક્ટર અખિલેશ પાંડે પાસેથી મેળવી હોવાની પણ કિરણે કબુલાત કરી છે. સાથે જ આ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટિફિકેટની જરૂરિયાત ધરાવતા જુદા જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દીઠ અલગ અલગ રૂપિયા લઈને પરીક્ષા પાસ કરેલા સર્ટિફિકેટ બનાવી આપવામા આવતા હતા. હાલ તો લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કિરણ પ્રતાપ ચાવડા, નયન જયેશ પરમાર અને ઉત્તર પ્રદેશના ડોક્ટર અખિલેશ પાંડે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે નયન જયેશ પરમાર અને ઉત્તર પ્રદેશનો ડોક્ટર અખિલેશ પાંડેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદમાં બાળકીને 10મા માળેથી ફેંકવા મામલે મોટો ખુલાસોઃ વિદેશમાં યુવતીને પાંગર્યો હતો પ્રેમ-શરીર સંબંધ
મોટા માથા પણ હાથ લાગે તેવી શક્યતા
મહત્વનું છે કે આજના યુવાધનને વિદેશ જવાની ઘેલછા છે. જેને લઈને આવા યુવાનોની ઘેલછાનો ફાયદો આવા તત્વો ઉઠાવી તગડી રકમ વસુલી પોતાનુ કૌભાંડ આચરતા હોય છે . જોકે હાલ તો પોલીસે ડુબલીકેટ માર્કશીટના આવા ગોરખ ધંધા પર તરાપ મારી છે અને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ત્યારે આ તપાસમાં કેટલાય મોટા માથાઓના નામ ખુલી શકે છે. સાથે જ આ કૌભાંડ ક્યાંથી અને ક્યારથી આચરવામાં આવતું હતું ? કયાં કયાં રાજ્યોમાં આ કૌભાંડના તાર જોડાયેલા છે? તે પણ તટસ્થ તપાસ થયા બાદ ખુલે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT