Kheda crime News: ખેડાના ડાકોરમાં વહુએ 2 લાખ માટે સસરાની કરી ઘાતકી હત્યા
Kheda News: ખેડાના ડાકોરમાંથી પુત્રવધૂએ બે લાખ માટે સસરાની ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુત્રવધૂ અને સસરા વચ્ચે અનૈતિક સંબંધો હતા અને…
ADVERTISEMENT
Kheda News: ખેડાના ડાકોરમાંથી પુત્રવધૂએ બે લાખ માટે સસરાની ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુત્રવધૂ અને સસરા વચ્ચે અનૈતિક સંબંધો હતા અને તેના બદલામાં સસરા પુત્રવધૂને પૈસા આપતા હતા. પરંતુ, પુત્રવધૂ ફેસબુક દ્વારા અન્ય યુવકના સંપર્કમાં આવી હતી અને યુવકે તેને વિદેશ જવાની લાલચ આપી હતી, જેના કારણે પુત્રવધૂને વિદેશ જવા માટે બે લાખ રૂપિયાની જરૂર હતી અને તેણે બે લાખ માંગ્યા હતા. જ્યારે સસરાએ પૈસા આપવાની ના પાડતા પુત્રવધૂએ સસરાની ઘાતકી હત્યા કરી નાખી. આ મામલે ડાકોર પોલીસે પુત્રવધૂની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ દિવસથી થઈ ગયા ગુમ અને મળ્યા તો મળી લાશ
થોડા દિવસો પહેલા ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોરના ભગત જૈન વિસ્તારમાં રહેતા 75 વર્ષીય જગદીશ શર્મા ત્રણ દિવસથી ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા અને જગદીશભાઈને બધે શોધવા લાગ્યા હતા. એવામા જગદીશભાઈનો પુત્ર તથા અન્ય લોકો પિતાના ચાલી વારા ઘર પર તપાસ કરવા ગયા, પણ ઓરડા પર તાળુ મારેલુ હતુ. જેથી જગદીશભાઈના મોટા પુત્ર વિજયભાઈ શર્મા સહિતના લોકોએ ઘરનું તાળું તોડી અંદર જોતા જગદીશભાઈની નગ્ન હાલતમાં અને સડી ગયેલી લાશ મળી આવી હતી. જેને લઈ વિજયભાઈ શર્માએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મૃતકના મોટા પુત્રની ફરિયાદ મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તે જ સમયે મૃતકના મોટા પુત્રએ તેના નાના ભાઈની પત્ની પર શંકા વ્યક્ત કરતાં પોલીસને જાણ કરતાં ડાકોર પોલીસે મૃતકની વિકૃત લાશને ફોરેન્સિક લેબમાં મોકલી આપી હતી. ત્યાંથી અહેવાલો આવ્યા કે મૃતકનું મોત તેના માથા અને પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાના કારણે થયું હતું.
મનીષાની વાત સાંભળી સહુ સ્તબ્ધ થઈ ગયા
જે બાદ પોલીસે જગદીશભાઈના નાના પુત્રની પત્ની મનીષાની કડક પૂછપરછ શરૂ કરી હતી અને મનીષાએ જે કહ્યું તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન પુત્રવધૂએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને પોલીસને જણાવ્યું હતું કે મૃતકને તેની સાથે અનૈતિક સંબંધો હતા. આ સંબંધના બદલામાં સસરા તેને આર્થિક મદદ કરતા હતા. પરંતુ લગભગ એક મહિના પહેલા મનીષા ફેસબુક દ્વારા મિત્રના સંપર્કમાં આવી હતી. યુવકે મનીષાબેનને વિદેશ જવાની લાલચ આપી હતી. મનીષા વિદેશ જવાના સપના જોવા લાગી. પરંતુ વિદેશ જવા માટે બે લાખ રૂપિયાની જરૂર હતી, જેથી મનીષાએ તેના સસરા પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ સસરાએ રૂપિયા આપવાની ના પાડી હતી. પૈસા ન આપવાના કારણે મનીષાએ ગુસ્સે થઈને તેના સસરાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જે અંતર્ગત તે પોતે તેના સસરા સાથે ચાલી વાળા ઘરે ગઈ હતી અને તેઓ શારીરિક સંબંધ બાંધતા હતા ત્યારે મનીષાએ સસરા પર હુમલો કર્યો હતો. તેણે સસરાના પ્રાઇવેટ પાર્ટમાં હથિયાર વડે માર માર્યો સાથે જ માથાના ભાગે પણ હથિયાર વડે માર માર્યો હતો. મનીષાએ સસરાને ઠંડા કલેજે હત્યા કરી નાખી બાદમાં મનીષાએ ઘરમાં તાળું મારીને જતી રહી હતી અને પરિવાર સાથે જાણે કે કશુ થયુ જ નથી એમ રહેવા લાગી હતી. તેણીએ પણ તેના સસરાને શોધવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
‘નક્શો બદલાઈ જશે’, દિલ્હીમાં G20 Summit વચ્ચે વારાણસી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પરંતુ ઘટનાના ત્રણ દિવસ બાદ પણ જગદીશભાઈ હજુ સુધી ઘરે કેમ પરત ફર્યા નથી તે અંગે ચિંતા વ્યક્ત કરતાં મોટા પુત્રએ રાજસ્થાનમાં રહેતા તેના સંબંધીઓના ઘરે તપાસ કરી હતી, પરંતુ તે ક્યાંય મળ્યા ન હતા. અંતે પિતાના ચાલીવાળા ઘર પર તપાસ કરી હતી. અને સમગ્ર ઘટના પ્રકાશમા આવી.હાલમાં મહિલા આરોપી મનીષા શર્માની તેના જ સસરાની હત્યા માટે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ શું કહે છે?
આ ઘટના અંગે નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી આર બાજપાઈએ જણાવ્યું હતું કે, “ડાકોર શહેરની અંદર ભગતજી કોલોની વિસ્તારમાં રહેતા જગદીશ શર્માનો મૃતદેહ 5 સપ્ટેમ્બરના રોજ મળી આવ્યો હતો. લાશ સડી ગયેલી હાલતમાં હતી. તેથી ,તેનો ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો.ફોરેન્સિક પીએમ દરમિયાન મૃતકનું મોત માથાના ભાગે કઠણ વસ્તુ વડે મારવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું અને તેના શરીરના અન્ય ભાગો પર પણ ઘાના નિશાન હતા.જેના કારણે પોલીસે ગુનો નોંધ્યો હતો. જગદીશભાઈના પુત્ર વિજય જગદીશચંદ્ર શર્માએ તેના નાના ભાઈ અજયની પત્ની મનીષા સામે આ અંગે શંકા વ્યક્ત કરી હતી.અને આ શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, મનીષાની પૂછપરછ દરમિયાન મનીષાએ પોતાનો ગુનો કબુલ્યો હતો કે, તેણી તેના સસરા જગદીશ શર્મા સાથે અનૈતિક સંબંધો હતા.અને તેણીને કેટલાક પૈસાની પડતી હતી. તો તેના સસરા તેના પૈસાની જરૂરિયાત પૂરી અનૈતિક સંબંધના અવેજમા કરતા હતા. અને તેના કારણે મનીષાએ તે પૈસાનો ઉપયોગથી ફેસબુક ના માધ્યમથી એક યુવકના પરીચયમા આવી. યુવકે તેને વિદેશ જવાની લાલચ આપી હતી. પણ વિદેશ જવા માટે પૈસાની જરૂર હતી અને તેણે તેના સસરા જગદીશ પાસે પૈસાની માંગણી કરી હતી. પૈસા ન મળવાના કારણે મનીષાએ આ હત્યા કરી હતી. આ કેસમાં હત્યા કરનાર મહિલા મનીષા બેનની ધરપકડ કરવામાં આવી છે. અને હજુ પોલીસ કસ્ટડીમાં છે. મનીષાને વિદેશ જવા માટે બે લાખ રૂપિયાની જરૂર હતી અને જગદીશભાઈએ તેને બે લાખ રૂપિયા આપવાની ના પાડી હોવાથી તેણે આ હત્યા કરી છે.
ADVERTISEMENT
(હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT