ખેડાઃ 44,000 પ્રતિ મહિનાનો પગાર અને 5 હજારમાં મહિલા અધિકારી લલચાયા, હવે નોકરી પર જોખમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ અત્યારે દરેક વિભાગમાં લાંચિયા અધિકારીઓનો જોટો જ નથી. એમાંય હવે તો મહિલા અધિકારીઓ પણ લાંચ લેતા ખચકાતા નથી. હજી ત્રણ ચાર દિવસ અગાઉ જ મહેમદાવાદના મામલતદાર કક્ષાના મહિલા અધિકારી 5000 ની લાંચ માટે પોતાનું મોઢું કાળું કર્યું, હવે વધુ એક મહિલા અધિકારી 5000 રૂપિયાની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઈ જતા ચકચાર મચી છે. કારણકે આ મહિલા અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી તરીકેની ફરજ બજાવતા હતા. એટલુ જ નહીં આ મહિલા અધિકારી અગાઉ પણ લાંચના ગુનામાં સંડોવાયા હતા. જોકે કોર્ટે તેમને શંકાનો લાભ આપી મુક્ત કર્યા હતા.

કેવી રીતે ફરી પકડાઈ લાલચુ અધિકારી
ખેડા જિલ્લાના માતર તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે કોમલબેન પાંડવ ફરજ બજાવે છે. જેની સામે એક જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને મળવાપાત્ર તૃતિય ઉચ્ચતર પગાર ધોરણના લાભ બાબતે સેવાપોથીની ક્વેરી સોલ્વ કરી આ તૃતિય ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ આગળની સંલગ્ન કચેરી ખાતે મંજુર થવા માટે મોકલી આપવા માટે કોમલબેને ૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી છે. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજે ACB એ માતર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં જ્યાં મહિલા અધિકારી કોમલ પાંડવ ફરજ બજાવે છે ત્યાં જ લાંચનું છટકુ ગોઠવતાં મહિલા અધિકારી હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૫,૦૦૦ લાંચ પેટે સ્વીકારતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા.

મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરતા CM: જામનગરમાં ઈમારત ધરાશાયી થતા કરુણ દ્રશ્યો

અગાઉ પણ પકડાયા હતા લાંચના ગુનામાં
ખેડા ACB પીઆઈ જે.આઇ.પટેલના જણાવ્યા અનુસાર, આ મહિલા અધિકારી સામે વર્ષ 2015માં પણ લાંચ માંગવાના આક્ષેપને લઈને તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. જે કેસ કોર્ટમાં ચાલ્યો હતો. જોકે વર્ષ 2019 માં કોર્ટે શકનો લાભ આપીને છોડવામાં આવ્યા હતા. જોકે વિભાગના પરિપત્ર મુજબ તેઓ તે પહેલા જ ફરીથી પોતાના વિભાગમાં ફરજ પર નિયુક્ત થઈ ચૂક્યા હતા.” મળતી માહિતી પ્રમાણે, કોમલબેન પાંડવ જે સમયે એટલે કે વર્ષ 2015માં લાંચના ગુનામાં ACB ના છટકામાં ઝડપાયા હતા, ત્યારે તેઓ કેળવણી નિરીક્ષણ વર્ગ ૩ ની પોસ્ટ પર ફરજ પર હતા. એ સમયે તો એટલે કે વર્ષ 2019માં શંકાનો લાભ મળતા લાંચના ગુનામાંથી છૂટી ગયા હતા. જોકે કોર્ટમાં ચાલી રહેલા કેસ દરમિયાન તેમને ફરજ પર ફરી નિયુક્ત કરવામાં આવ્યા હતા. લગભગ એક વર્ષ પેહલા તેઓને બઢતી મળતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ 2 ના હોદ્દા પર નિયુક્ત થયા હતા. હવે તેઓ ફરીથી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ જતા શિક્ષણ વિભાગમાં ચકચાર મચી છે. જેને લઇને જો શિક્ષણ વિભાગના જ કેટલાક અધિકારીઓ લાંચિયા હોય તો શિક્ષણના સ્તરનું હશે તે ચર્ચા હાલ શિક્ષણવિદો કરો રહ્યા છે.

ADVERTISEMENT

મહત્વનું છે કે, લાંચ સ્વીકારવાની વૃત્તિ ધરાવતા આ મહિલા અધિકારી ફરીથી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપતા હવે તે ફરી પોતાની પોસ્ટ પર પરત ફરવું પણ લગભગ અશક્ય બનાવી દીધું છે. આ મહિલા અધિકારી કોમલબેન પાંડવ હાલમાં આશરે 44 હાજરથી 1 લાખ સુધીના પે સ્કેલ પર ફરજ બજાવતા હતા. પરંતુ લાંચ લેવાની તેમની માનસિકતાને કારણે હવે માત્ર 5 હાજર માટે તેમને પોતાના પગ પર કુહાડી મારી છે.

    follow whatsapp

    ADVERTISEMENT