ખેડામાં 18 વર્ષીય યુવતીની જાહેરમાં હત્યા, આરોપીએ પાંચ વાર ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, ખેડા: ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ સતત વધતી રહી છે. તેવામાં ખેડા જિલ્લાના ત્રાજ ગામમાં એક યુવક 18 વર્ષીય યુવતીને ચપ્પાના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. જેનું ખેડા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. નોંધનીય છે કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને ચારથી પાંચ વાર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેના પરિણામે તે લોહિલુહાણ સ્થિતિમાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નો
એક બાજુ ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે તેવ દાવા કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ બુધવારે માતરના ત્રાજમાં મહિલા પર જાહેરમાં ચપ્પા વડે હુમલો કરી યુવક ફરાર થઈ ગયો હતો. 32 વર્ષીય હુમલાખોરે જાહેરમાં કોઈ ડર વિના યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારપછી માતર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ખેડા સિવિલમાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીએ અંતિમ શ્વાસ લીધા છે.

ADVERTISEMENT

એક તરફી પ્રેમ હોવાનું અનુમાન
ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે ખોડીયાર પાન પાર્લર પાસે એક યુવકે 18 વર્ષીય યુવતી પર ચપ્પાના ઘા મારીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હુમલો કરનાર 32 વર્ષીય રાજુભાઈ મગનભાઈ પટેલ 18 વર્ષ યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યા હતા અને યુવતી પાસે અવારનવાર બીભસ્ત માંગણી કરતો હતો. છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ચાલતો હતો ત્યારે આજે ત્રાજ ગામે 18 વર્ષે યુવતી જ્યારે ખોડીયાર પાન પાર્લરમાં કોલ્ડ્રીંક્સ લેવા ગઈ દરમ્યાન 32 વર્ષીય રાજુભાઈ પટેલે યુવતી પર ચપ્પાના ઘા મારી હુમલો કરી ફરાર થઈ ગયો હતો.

ADVERTISEMENT

સૂત્રોના જણાવ્યા મુજબ યુવકે યુવતી પર ચારથી પાંચ વાર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હુમલો કર્યો હતો. જેને લઈને યુવતી લોહી લુહાણ થઈને સ્થળ પર જ ઢળી પડી હતી. મહત્ત્વનું છે કે દિવસેને દિવસે જાહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકો યુવતીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આજે આવી જ વધુ એક ઘટના માતર તાલુકાના ત્રાજ ગામમાંથી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT