ખંભાતના ફાયર ઓફિસરે NOC આપવાના 45,000 માગ્યા, 5000નું ડિસ્કાઉન્ટ પણ આપ્યું પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ લાંચીયા સરકારી બાબુઓ હવે જ્યાં જુઓ ત્યાની સરકારી કચેરીઓમાંથી સામે આવી રહ્યા છે. હવે બાકી હતું તો ફાયર ઓફીસર લાંચ લેતા એ.સી.બીના છટકામાં ઝડપાયા છે. ખંભાત ફાયર બ્રિગેડની કચેરીમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા નાઝીમ ઝાફર આગાને ફાયર સેફટીની એન.ઓ.સી. આપવા માટે રૂપીયા 40 હજારની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડયા છે. જોકે આ મામલો પહેલા 45,000માં નક્કી થયો હતો. જેમાં ભાવતાલ નક્કી થયા, થોડી રકઝક થઈ અને આખરે જાણે પોતે કોઈ દુકાનમાં સાડી વેચતા હોય તેમ તેના પર 5000 રૂપિયા ઘટાડી 40 હજારમાં મામલો સુલટાવી નાખવાનું નક્કી કર્યું. જોકે લાલચના ચશ્મા એવા હતા કે તેને એસીબીનું છટકું દેખાયું નહીં. એસીબીએ પણ ખુબ ચાલાકી સાથે ઓપરેશન સફળ પાડીને તેને દબોચી લીધો હતો.

નવસારીમાં આદિવાસી અસ્મિતા રેલી નીકળેલી રેલી બની આક્રોશ રેલીઃ નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર ખોરવાયો

આણંદ ACBએ ઝડપ્યો લાંચિયા બાબુને

આણંદ જિલ્લાના ખંભાતમાં નગર પાલીકા અંતર્ગત આવતી ખંભાત ફાયર બ્રિગેડની કચેરીમાં ફાયર ઓફિસર તરીકે નાઝીમ ઝાફર આગા ફરજ બજાવે છે. દરમ્યાન ફરિયાદીના મિત્ર કે જે ફાયર સેફટી સાધનો વેચવાનું તથા ફીટીંગ કરવાનો વ્યવસાય કરે છે. જેથી તેઓએ ખંભાત ખાતે આવેલા તૈયબીયાહ એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટીના સાધનો લગાડવાનું કામ રાખી પુર્ણ કર્યું હતું અને તેનુ સરકારી ધારા ધોરણ મુજબ ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવા માટે ખંભાત નગર પાલીકામાં ફાયર સેફટી કચેરીમાં અરજી કરી હતી. જેની એન.ઓ.સી. આપવા માટે ખંભાત ફાયર બ્રિગેડની કચેરીમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા નાઝીમ ઝાફર આગાએ ફરિયાદી પાસે સૌ પ્રથમ તો 45 હજાર રૂપોયાની લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે 40 હજાર રૂપીયા આપવાના નકકી થયા હતા. જોકે ફરિયાદી તથા તેમના મિત્ર આ લાંચની રકમ આપવા માંગતા નહોતા, જેથી તેઓએ એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. આજે આણંદ એ.સી.બી.ની ટીમે અમદાવાદ એ.સી.બીના અધિકારીની સુરપવિઝનમા લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા 40 હજાર રૂપીયા સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેને લઈ એસીબીએ આરોપી પાસેથી 40 હજાર લાંચની રકમ રીકવર કરી આરોપી નાઝીમ આગાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT