ખંભાતના તટ પર પવનની ગતિ થઈ તેજઃ Biparjoy ને લઈ પ્રિલિમનરી બેઠકમાં શું થઈ ચર્ચાઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. જેને લઈને પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે, તો આ તરફ આણંદ જિલ્લાના ખંભાતમાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાવા માંડી છે. હાલ તો બિપોરજોય વાવાઝોડું દ્વારકા દરિયાકાંઠાથી દૂર છે અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આ વાવાઝોડાની અસર ખંભાત સહિત મધ્ય ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી શકે તેમ છે. જેને ધ્યાનમાં લઈને આણંદ જિલ્લા કલેકટરે ખંભાતના દરિયાકાંઠાના 15 ગામોને સચેત કર્યા છે. તેમજ ગ્રામ પંચાયતના તલાટી અને અધિકારીઓને હેડ ક્વાર્ટર્સ ન છોડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આજે ખંભાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. 35 થી 40 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.

 

બેસ્ટ બેકરી કાંડના બંને આરોપીને મુંબઈ સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા,10 વર્ષથી હતા જેલમાં

ચોપાટી પર લોકોની અવરજવર બંધ કરાઈ
સંભવિત બિપોરજોય વાવાઝોડાની આણંદ જિલ્લાના ખંભાતમાં પણ અસર શરૂ થઈ ગઈ છે. ખંભાતના દરિયા કિનારે પવનની ગતિ તેજ થઈ છે. દરિયાકાંઠે 30 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે દરિયાઈ પટ્ટો શહેરથી દૂર હોય ખંભાતમાં સામાન્ય પવનની અસર વર્તાઈ રહી છે. ત્યારે તંત્રએ અગમચેતીના ભાગ રૂપે તટ રક્ષક દળની ટિમને તૈનાત કરાઈ છે. અને દરિયા કિનારે આવેલી ચોપાટી પર લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકાંઠા નજીક આવેલા 15 ગામોને એલર્ટ કરાયા છે. જેમા પાંદડ, તરકપુર, મિતલી, વડગામ, તડાતલાવ, ગોલાણા, કલમસર, બાજીપુરા, રાલજ, રાજપુર, ધુવારણ, આખોલ, લુણેજ, નવાગામ , બારાગામને એલર્ટ મોડ પર રખાયા છે. દરિયા કિનારે આવેલ ગામોમાં અધિકારીઓ, તલાટીને 24 કલાક હજાર રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામા આવી છે.

ADVERTISEMENT

બેઠકમાં શું કરાઈ ચર્ચા
આ અંગે આણંદ જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવી એ જણાવ્યું કે, ” સામાન્ય રીતે આવા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે સ્થળાંતરની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. તો અમે રાજ્યના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહી અને એનડીઆરએફની અને SDRF ની જ્યાં પણ જરૂર પડે અને સાથે સાથે જે ગાંધીનગરના આર્મી હેડકવાટરમાં વાત પણ થઈ ગઈ છે. એ લોકો પણ આમાં સતત આપણી સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે, સંકળાયેલા છે. તમામે તમામ જે ખંભાત તાલુકા અને તારાપુર તાલુકાના જે ગામો છે એ ગામોના કર્મચારીઓ અધિકારીઓને હેડ ક્વાર્ટર ઉપર રહેવાની સૂચના આપી ગઈ છે. આજે એની પ્રિલિમિનારી બેઠક પણ હેડકવાટર ઉપર યોજાય છે. આરોગ્યતંત્ર, ખંભાત નગરપાલિકા સાથે સાથે જે મધ્ય ગુજરાત વીજ કંપની જે છે, એમના તમામ અધિકારીઓને જેસીબી અને ક્રેનસની ક્યાં જરૂર પડશે, કયા વિસ્તારમાં જરૂર પડશે, એનો પણ અમે પ્રાથમિક ખ્યાલ મેળવીને બાબતો ઉપર અમે એની વ્યવસ્થા થઈ જાય, અને એનું કમ્પ્લીટલી એની ગાઈડલાઇન્સ પણ આપી દેવામાં આવી છે. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જે તાલુકાના હેડ ક્વાર્ટર ઉપર રહેતો તમામ સ્ટાફ એમની પણ જવાબદારી સોંપાઈ ગઈ છે. સાથે સાથે આ વિસ્તારમાં જે સબ સેન્ટર છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, એ તમામે તમામ જગ્યા પર વરસાદ પછી પણ રોગચાળાની પરિસ્થિતિ છે, તે ફાટીના નીકળે, રોગચાળો કંટ્રોલમાં રહે પાણી છે, પાણીનો નિકાલ ઝડપથી થઈ જાય અને સફાઈની વ્યવસ્થા પણ ઝડપથી થઈ જાય એ બાબતની પણ તકેદારી રાખવા માટે તમામને જણાવી દેવામાં આવ્યું છે. ખંભાત તાલુકાના જે 15 ગામો જેટલા ગામો છે, જે દરિયા કિનારે છે. વડગામ છે, ધુવારણ છે, ગોલાણા ગામો જે છે, જ્યાં સાબરમતી નદી વહે છે. તો આવા 15 એ ગામો જે છે, દરિયા કિનારે એ 15 ગામોમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓ ના ભોગાવવી પડે લોકોને સ્થળાંતરિત કરવા માટેના શેલ્ટર હોમ અને સાથે સાથે ઈલેક્ટ્રીસિટી જાય તો શું વ્યવસ્થા કરવી તે તમામ બાબતો પર ચર્ચા કરી વ્યવસ્થા કરવામાં આવી છે.”

    follow whatsapp

    ADVERTISEMENT