કેજરીવાલનો જન્મદિવસ અને વાતો હંમેશા બદલ્યા કરે છે, દિલ્હીના ઠગોનો કોઇ વિશ્વાસ નહી કરે
અમદાવાદ : શહેરના એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વ્યંગ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, તેમનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઇ…
ADVERTISEMENT
અમદાવાદ : શહેરના એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વ્યંગ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, તેમનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઇ જતો હોય છે. આ કોઇ નવાઇની વાત નથી. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં તેમની વાત અળગ હોય છે તો ઉતરાખંડ, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં પણ તેમની જન્મતારીખ અને વાતો બદલાઇ જાય છે.
ખુલ્લેઆમ ધર્માંતરણનો કારસો રચવામાં આવી રહ્યો છે
હર્ષ સંઘવીએ કહ્યું કે, આપના મંત્રી સ્ટેજ પર થી ખુલ્લેઆમ ધર્માંતરણનો કારસો રચે છે છતા પણ તેમના વિરુદ્ધ પગલા ઉઠાવવાને બદલે મુખ્યમંત્રી સપોર્ટ કરી રહ્યા છે. કરોડો લોકોની શ્રદ્ધાને સ્પષ્ટ રીતે ઠેસ પહોંચી છે. કરોડો લોકોની શ્રદ્ધા જેમના સાથે જોડાયેલી છે તેવા ભગવાન રામ પર મંત્રીઓ મનફાવે તેવી ટિપ્પણી કરી રહ્યા છે. કેજરીવાલ ક્યારે કોના ભક્ત બની જાય છે તે નક્કી નથી. તેમનો કોઇ માપદંડ પણ નથી. ગુજરાતના લોકો આવા ઠગોને ઓળખી ચુક્યા છે.
કેજરીવાલે પણ કર્યા ભાજપ પર શાબ્દિક પ્રહારો
અત્રે ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે આ દરમિયાન તેમના કાલના વડોદરાની યાત્રા દરમિયાન તેમનો ભારે વિરોધ થયો હતો. તેમની વિરુદ્ધ પોસ્ટર્સ પણ લાગ્યા હતા. જો કે કેજરીવાલે પણ આ અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમનો જન્માષ્ટમીનો જન્મ છે અને તેઓ અસુરોનો સંહાર કરવા જ જન્મેલા છે તેવું જણાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT