વડોદરામાં મહેસૂલ મંત્રીની તિરંગા યાત્રામાં અચાનક કેજરીવાલનું ભાષણ શરૂ થઈ ગયું, જુઓ પછી શું થયું
વડોદરા: આજે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની (Rajendra Trivedi) અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રેલીની શરૂઆતમાં જ ડી.જેમાં દેશભક્તિના ગીતની વચ્ચે…
ADVERTISEMENT
વડોદરા: આજે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની (Rajendra Trivedi) અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રેલીની શરૂઆતમાં જ ડી.જેમાં દેશભક્તિના ગીતની વચ્ચે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું (Arvind Kejriwal) ભાષણ વાગવાનું શરૂ થઈ ગયું હતું. જે બાદ મંત્રી તથા તેમની સાથે રહેલા વડોદરાના સાંસદે સ્પીકર બંધ કર, બંધ કરની બૂમો પાડી રોષે ભરાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ભાજપની રેલીમાં કેજરીવાલનું ભાષણ વાગ્યું
હાલમાં દેશભરમાં આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં 13થી 15 ઓગસ્ટ દરમિયા તિરંગા રેલીનું આયોજન કરાઈ રહ્યું છે. રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં તિરંગા રેલી કાઢવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પણ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના સાંસદ, મેયર તથા અન્ય પદાધિકારીઓ પણ હાજર હતા. રેલીના પ્રસ્થાનમાં સ્વ. લતા મંગેશકરનું ગીત વાગ્યું અને થોડા જ સમયમાં ડી.જે અચાનક અટકી ગયું અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ભાષણ શરૂ થઈ ગયું. આ જોઈને ભાજપના નેતાઓ પણ બે ઘડી માટે ચોંકી ગયા હતા.
ADVERTISEMENT
ભાષણમાં કેજરીવાલે શું કહ્યું?
ડી.જે પર કેજરીવાલનું દેશભક્તિનું સંબોધન શરૂ થઈ જાય છે. જેમાં તેઓ કહે છે કે, દો સાલ પહેલે હમ સોચ ભી નહીં શકતે થે ઇસ દેશ મેં ઐસી ક્રાંતી આયેગી જબ હમ ભ્રષ્ટ પાર્ટીઓ કો ઉખાડ ફેંકેંગે… ઔર અસલ મેં જનતા કા રાજ સ્થાપિત હોગા. એ સારી લડાઇ જો હમ લોગોને લડીથી… કરોડો લોગ મિલકે સરકાર બનાયેંગે.. ઔર મિલ કે સરકાર ચલાયેંગે.
રેલીમાં આવેલા કાર્યકરો ચોંકી ઉઠ્યા
આમ ભાજપના નેતાઓની તિરંગા રેલીમાં અચાનક જ આ પ્રકારે અરવિંદ કેજરીવાલનું ભાષણ શરૂ થઈ જતા પહેલા તો નેતાઓએ હાથના ઈશારા વડે સ્પીકર બંધ કર… બંધ કરની બૂમો પાડી હતી. સમગ્ર ઘટનાને લઈને ભાજપના નેતાઓ રોષમાં પણ જોવા મળ્યા હતા. જ્યારે રેલીમાં જોડાનારા કાર્યકરો તો ચોંકી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT