કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, ફ્રી રેવડીના કટાક્ષનો વળતો જવાબ આપ્યો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: ભાજપ અત્યારે અરવિંદ કેજરીવાલનાં ફ્રી રેવડીના વાયદાઓની ટિકા કરી રહ્યું છે. જેનો વળતો જવાબ આપવા માટે એરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેવડી કલ્ચરવાળા નિવેદન પર કહ્યું કે કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા દિવસોથી જનતાને ફ્રીમાં મળતી સુવિધાઓનો વિરોધ કરી રહી છે. મફત સુવિધાઓ બંધ થવી જોઈએ એવા નિવેદનો આપતી કેન્દ્ર સરકારની સ્થિતિ શું વધુ ખરાબ થઈ ગઈ છે? કેજરીવાલે વધુમાં કહ્યું કે સરકારે અત્યારે હવે ગરીબોના ખાદ્ય પદાર્થો પર પણ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે કેટલાક વેપારીઓના 5 લાખ કરોડ રૂપિયાનું દેવુ માફ કરી દીધું છે.

અગ્નિપથ યોજના પર સરકારને ઘેરી હતી…
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના પર પણ આકરી ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે સૈનિકોના પેન્શનનો ખર્ચ એટલો બધો થઈ ગયો લાગે છે કે સરકારે આવી યોજના લાવવી પડે છે. એટલું જ નહીં આઝાદી પછી પહેલીવાર આવું થઈ રહ્યું છે કે કોઈ સરકારે આમ કરવું પડ્યું.

ADVERTISEMENT

કરોડોનું બજેટ હોવા છતા રૂપિયા ક્યાં જાય છે- કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે અત્યારે કરોડો રૂપિયાનું બજેટ છે, તો તમામ પૈસા જઈ ક્યાં રહ્યા છે. વળી સરકારે સુપર અમીર દોસ્તોના લાખો અને કરોડો રૂપિયાના દેવા માફ કરી દીધા છે તથા પેટ્રોલ ડીઝલના ટેક્સથી જે કરોડોની આવક થાય છે એ રૂપિયા ક્યાં ગયા હોવાની વાત પણ ઉચ્ચારી હતી.

કેજરીવાલે ફ્રી કલ્ચર પર કટાક્ષનો જવાબ આપતા કહ્યું કે સરકાર અત્યારે ફ્રી સારવાર બંધ કરવા, સરકારી શાળાઓ બંધ કરવાની ચર્ચા કરી રહી છે. જો આમ જ ચાલતું રહ્યું તો ગરીબો રૂપિયા ક્યાંથી લાવશે, અત્યારે તો સરકાર કેટલાક લોકો પર જ રૂપિયાનો વરસાદ કરી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT