‘કેજરીવાલ જાદુગર છે’- વડોદરામાં બોલ્યા BJP નેતા પીયુષ ગોયલઃ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરામાં પીયુષ ગોયલ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. ઉપરાંત તેમણે કેજરીવાલને જાદુગર પણ કહ્યા હતા અને કહ્યું હતું કે, કેજરીવાલ જાદુગર છે જે ભ્રમ ઊભું કરે છે, લોકો તેમા ભ્રમમાં ભરાઈ જશે નહીં. ઉપરાંત તેમણે મોહનસિંહ રાઠવાની ભાજપમાં એન્ટ્રીને લઈને પણ વાત કરી હતી.

વડોદરા સાંસ્કૃતિક અને શિક્ષણ નગરીઃ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. તેઓ આજે મંગળવારે વડોદરાની મુલાકાતે હતા ત્યારે તેમણે કહ્યું કે, રંજનબેન સાથે 8-9 વર્ષની ઓળખાણમાં સમયે સમયે મારી ગુજરાત વિશે વાતચિત થાય છે. વડોદરાનો ખુબ ખુબ આભાર અહીં સારું લાગે છે કે ચૂંટણી પ્રચાર વડોદરાથી શરૂ થયો છે. ટાટા એરબસનો વડોદરામાં પ્લાન્ટના ભૂમિપૂજનનો મોદીની હાજરીમાં યોજાયેલો કાર્યક્રમ સુવર્ણ દિવસ હતો. તેનાથી ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવશે. મોટાપાયે લોકોમાં ઐદ્યોગિક આકર્ષણ ઊભું થશે. વડોદરા એક એવી નગરી છે જે સાંસ્કૃતિક નગરી અને શિક્ષણ નગરી છે. ગુજરાત ભાજપને ઐતિહાસિક વિજય આપવા માગે છે. આ ગુજરાત એક એક ગુજરાતીના લોહી પરસેવાથી બન્યું છે.


મોહનસિંહની ભાજપમાં એન્ટ્રી અંગે ગોયલે કહ્યું…
તેમણે પી. ચિદમ્બરમના ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરે છે તેવા આરોપ પર કહ્યું કે, જો કોઈ હારી રહ્યું હોય ત્યારે આવા પ્રકારના નિવેદનો કરે છે. તેમણે મોહનસિંહ રાઠવાની ભાજપમાં થયેલી એન્ટ્રી અંગે કહ્યું કે, પ્રેસ મીડિયામાંથી પણ કોઈ ભાજપમાં આવવા માગતું હોય તો સ્વાગત છે. જ્યાં સુધી સારા માણસો રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી સમાજને આપણે સારું નહીં આપી શકીએ. જે વ્યક્તિ પ્રોફેસનલી સમાજસેવામમાં જોડાયેલું છે, તેવા લોકોને અમે ટિકિટ આપીશું. જે લોકો ઉમેદવારોના રુપમાં પસંદ થશે તેમને જીતાડવા માટે અમે કામે લાગીશું.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT