વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરીયાએ ક્રિકેટના મેદાનમાં કરી ફટકાબાજી, જુઓ વીડિયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ndtvજિલ્લાના રાજકીય મેદાનમાં પહેલા જિલ્લા ભાજપ અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને વિધાનસભાની ચૂંટણીમાં આઉટ કરનાર વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરીયાએ ક્રિકેટના મેદાનમાં હાથ અજમાવ્યો છે. સાવરકુંડલા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરીયા ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરતાં જોવા મળ્યા હતા.

સાવરકુંડલા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે.ભાજપ, કોંગ્રેસ દ્વારા ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે કૌશિક વેકરીયા ઉતર્યા હતા અને મેદાનમાં તેમણે ચોક્કાઓ ફટકાર્યા હતા. રાજકીય મેદાનમાં બાજી મારનાર વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરીયાએ ક્રિકેટના મેદાનમાં પણ બાજી મારી હતી. અમરેલી વિધાનસભામાં જંગી લીડથી વિજેતા થયેલા કૌશિક વેકરીયાએ ક્રિકેટમાં પાવરધા સાબિત થયા હતા.

જુઓ વીડિયો

ADVERTISEMENT

રાજકારણના મેદાનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા પરેશ ધાનાણીને હરાવી જનતાએ વિધાનસભામાં મોકલ્યા હતા. પોતાની પ્રથમ ટર્મમાં જ તેમણે વિધાનસભામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કૌશિક વેકરિયાને ઉપદંડક બનાવવામાં આવ્યા છે. ત્યારે નેતાઓ અને જનતાના દિલ જીત્યા બાદ કૌશિક વેકરીયાએ ક્રિકેટના મેદાનમાં ચોક્કા ફટકારી અને દર્શકોના દિલ જીત્યા હતા. એકતા ક્રિકેટ કપ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાષ્ટ્રગાન બાદ મેચ શરૂ થઈ હતી. ત્યારે આ મેચમાં ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યા હતા.

(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT