કોળી-ઠાકોર સમાજ પર વ્યાસ પીઠ પરથી કથાકાર રાજુબાપુનું વિવાદિત નિવેદન, પોલીસમાં નોંધાઈ ફરિયાદ
Raju Bapu: ગુજરાતમાં સ્વામિનારાયણ સંતોના ભગવાન વિરુદ્ધના વિવાદિત નિવેદનો બાદ હવે વધુ એક મામલો સામે આવ્યો છે. વ્યાસપીઠ પરથી કથાકાર રાજુબાપુએ કોળી અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
Raju Bapu: ગુજરાતમાં સ્વામિનારાયણ સંતોના ભગવાન વિરુદ્ધના વિવાદિત નિવેદનો બાદ હવે વધુ એક મામલો સામે આવ્યો છે. વ્યાસપીઠ પરથી કથાકાર રાજુબાપુએ કોળી અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને હવે વિવાદ વધુ ગંભીર થતા કથાકારે વીડિયો જાહેર કરીને પોતાની ભૂલ બદલ માફી માંગી લીધી છે. જોકે તેમ છતાં હજુ પણ બંને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા. તેમણે વાણીવિલાસ કરતા કહ્યું કે, આવા સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ લગ્ન ન કરવા જોઈએ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ તેમની નિંદા કરવામાં આવી રહી છે. કોળી સમાજની લાગણી દુભાતા રાજુબાપુનો વિરોધ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં પોલીસમાં પણ રાજુબાપુ વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે અને જાહેરમાં માફી માંગવાની માંગ કરાઈ છે.
વિવાદ વધતા રાજુ બાપુએ માંગી માફી
વાણી વિલાસ કરનારા રાજુ બાપુએ વિવાદ વધુ વકરતા આખરે માફી માંગી લીધી છે. વીડિયો જાહેર કરીને રાજુ બાપુએ કહ્યું કે, કોળી-ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે. મારો કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો નહોતો. હું છતાં પણ કહું છું કે દરેક સમાજની ગરિમા હોય છે. કોળી અને ઠાકોર સમાજનું હું સ્વમાન જાળવવા માંગું છું.
ADVERTISEMENT
ADVERTISEMENT