KARNATAKA: આ પાંચ કારણોથી શિવકુમાર પર ભારે પડ્યા સિદ્ધારમૈયા, કોંગ્રેસ જુગાર નથી રમવા માંગતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કર્ણાટક : સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે જેને આખી ચૂંટણી દરમિયાન પ્રોજેક્ટ કર્યો તેને મુખ્યમંત્રી કેમ બનાવવા નથી માંગતી? સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવાનું કારણ શું છે? સિદ્ધારમૈયા ડીકે શિવકુમાર પર કેવી રીતે ભારે પડી રહ્યા છે. તેની પાછળના અનેક ચોંકાવનારા કારણો છે. ચાર દિવસના મંથન બાદ કોંગ્રેસે કર્ણાટકના મુખ્યમંત્રીનું નામ લગભગ ફાઇનલ કરી લીધુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી બને તે લગભગ ફાઇનલ છે. તેની ઔપચારિક જાહેરાત પણ ટુંક જ સમયમાં થઇ શકે છે. જો કે એવા કયા કારણો છે જેના કારણે કોંગ્રેસે સિદ્ધારમૈયા પર પસંદગીનો કળશ ઢોળ્યો આવો જાણીએ…

પાંચ કારણો જેના કારણે સિદ્ધારમૈયા ડીકે શિવકુમાર પર ભારે પડ્યાં…
સિદ્ધારમૈયાને મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે: કોંગ્રેસ આ ચૂંટણીમાં 135 બેઠકો જીતી છે. કહેવાય છે કે વિધાનમંડળ દળની બેઠકમાં 95 ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે સિદ્ધારમૈયાનું સમર્થન કર્યું છે. એટલે કે, ધારાસભ્યો સિદ્ધારમૈયાને જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસે સિદ્ધારમૈયાના સ્થાને ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવે તો શક્ય છે કે સિદ્ધારમૈયા પાછળથી બળવો કરે અને કોંગ્રેસની ફરી એકવાર ફજેતી થઇ શકે છે.

ડીકે શિવકુમાર પર કેસોની સમસ્યા: બીજું સૌથી મોટું કારણ ડીકે શિવકુમાર સામે ચાલી રહેલા કેસની સમસ્યા છે. કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતા હતી કે શિવકુમાર સામે અનેક કેસ ચાલી રહ્યા છે. ઘણા કેસ નોંધાયેલા હતા. આ દરમિયાન કર્ણાટકના ડીજીપીને પણ સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના નવા ડાયરેક્ટર ડીકે શિવકુમારને નજીકથી જાણે છે. બંને વચ્ચે બિલકુલ સંવાદિતા નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગ્યું કે જો ડીકે શિવકુમારને સીએમ બનાવવામાં આવશે તો સીબીઆઈ તેમની જૂની ફાઈલો ખોલશે, જેનું નુકસાન સરકાર ભોગવશે.

ADVERTISEMENT

પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની મજબૂત પકડ : આ સૌથી મોટું કારણ છે કે દરેક વિભાગમાં સિદ્ધારમૈયાની પકડ ઘણી સારી છે. તેઓ ખાસ કરીને દલિતો, ઓબીસી અને મુસ્લિમોમાં લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી ન બનાવે તો શક્ય છે કે પાર્ટીના કમિટેડ વોટર પાર્ટી વિરુદ્ધ જઇ શકે છે. જેનું નુકસાન કોંગ્રેસને 2024 માં ભોગવવું પડી શકે છે. આવી સ્થિતિમાં દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની મોટી વોટબેંક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે.

લોકસભા ચૂંટણી પર ફોકસઃ 2013 અને 2018 માં ફરી સરકાર બનાવવા છતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આવી સ્થિતિમાં આ વખતે પાર્ટી કોઈ જોખમ લેવા માંગતી નથી. સિદ્ધારમૈયાને પાર્ટી અને સરકાર બંને ચલાવવાનો અનુભવ છે. કર્ણાટકમાં લોકસભાની 28 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસને 2019માં માત્ર એક જ બેઠક મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે પણ ગુલબર્ગાથી ચૂંટણી હારી ગયા હતા. આવી સ્થિતિમાં હવે રાજ્યમાં ફરી સરકાર બની છે ત્યારે કોંગ્રેસે આ વખતે લોકસભાની મહત્તમ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે પાર્ટી હાઈકમાન્ડ સિદ્ધારમૈયાના ચહેરાને વધુ મજબૂત સમજે છે.

ADVERTISEMENT

સિદ્ધારમૈયાની ‘અહિંદા’ ફોર્મ્યુલા: સિદ્ધારમૈયા લાંબા સમયથી અમંગલિતારુ (લઘુમતી), હિંદુલિદ્વારુ (પછાત વર્ગ) અને દલિતરુ (ડિપ્રેસ્ડ ક્લાસ) ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા હતા. અહિંદા સમીકરણ હેઠળ સિદ્ધારમૈયાનું ધ્યાન રાજ્યની 61 ટકા વસ્તી પર છે. તેઓ 2004 થી આ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે અને તે ઘણી હદ સુધી સફળ પણ છે. આ એક એવી ફોર્મ્યુલા છે, જેમાં લઘુમતી, દલિત, પછાત વર્ગના મતદારોને સાથે લાવી શકાય છે. કર્ણાટકની વસ્તીના 39 ટકા દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમો છે, જ્યારે સિદ્ધારમૈયાની કુર્બા જાતિ પણ લગભગ સાત ટકા જેટલી છે. 2009 થી કોંગ્રેસે આ સમીકરણની મદદથી કર્ણાટકમાં રાજ્યના રાજકારણમાં મજબૂત પ્રવેશ કર્યો છે. આ જ કારણ છે કે કોંગ્રેસ તેને નબળી પાડવા માંગતી નથી.સિદ્ધારમૈયાનું આ પરિબળ પણ કામ કરી ગયું. ચૂંટણી પહેલા જ સિદ્ધારમૈયાએ જાહેરાત કરી હતી કે, આ તેમની છેલ્લી ચૂંટણી છે. આ પછી તે રાજકારણમાં રહેશે, પરંતુ કોઈ પદ પર નહી રહે. ચૂંટણી બાદ પણ તેમણે હાઈકમાન્ડ સામે આ જ દાવ રમ્યો હતો. તેમણે કહ્યું કે આ પછી તેઓ કોઈ પદ લેશે નહીં. આવી સ્થિતિમાં તેમને છેલ્લી વાર તક આપવી જોઈએ. પાર્ટીને પણ આ વાત ગમી. આ એટલા માટે પણ છે કારણ કે સિદ્ધારમૈયા હવે કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પા પછી સૌથી વરિષ્ઠ નેતા છે. આવી સ્થિતિમાં પાર્ટીને તેમના અનુભવનો ફાયદો મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT