કર્ણાટક બાદ આંધ્રપ્રદેશમાં પણ અમૂલને પગ પેસારો કરતા પહેલા નડ્યો વિરોધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ સહકારી ક્ષેત્રે અગ્રણી એવી એશિયાની નંબર વન ડેરી અમૂલ કર્ણાટક બાદ હવે આંધ્રપ્રદેશમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની પહેલ કરી છે. ત્યારે કર્ણાટક બાદ આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં પ્રસ્તાવિત અમૂલ એકમને રાજ્યના વિપક્ષથી લઈ ઘણાઓ તરફથી ટીકાઓ મળી રહી છે. તાજેતરમાં જ 4 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડી જીસીએમએમએફના ચેરમેન શ્યામલ પટેલ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતા અને અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીનો‌ હેતુ વિજયા ડેરીને પુનર્જીવિત કરવાનો જાણવા મળી રહ્યું છે, જેણે 2002 માં કામગીરી બંધ કરી દીધી હતી.

આંધ્રમાં 99 વર્ષ માટે લીઝ પર પ્લાન્ટને મંજુરી
મહત્વનું છે કે ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2020 થી જ અમૂલ ડેરી દ્વારા આંધ્રપ્રદેશ ખાતે દૂધ સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત દિન પ્રતિદિન અંદાજિત 1 લાખ લિટરથી વધુ દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. જેની સફર ઓગસ્ટ 2022માં જ્યારે શરૂ થઈ ત્યારે આંધ્રપ્રદેશ સરકારે અમૂલ ડેરીના નિયામક મંડળના સભ્યોને ચિતુર જિલ્લામાં બંધ ચિતોડ ડેરી પ્લાન્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તપાસ તથા ચર્ચા બાદ અમૂલ ડેરીએ બંધ પ્લાન્ટની જમીન આંધ્રપ્રદેશ ડેરી ડેવલોપમેન્ટ કો ઓપરેટિવ ફેડરેશન લિમિટેડ પાસેથી જીસીએમએમએફ મારફતે હસ્તગત કરવાની પહેલ કરી હતી. ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના કેબિનેટ તથા મુખ્યમંત્રીએ ચિત્તુર ડેરી પ્લાન્ટને 99 વર્ષના સમયગાળા માટે જીસીએમએમએફ અમુલને લીઝ પર આપવાની મંજૂરી આપી હતી.

Threads ના સિમ્બોલમાં ૐ: માર્ક જકરબર્ગની યાત્રાની ઉંડી અસર એપ પર જોવા મળી

આ અંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું કે, “આંધ્રપ્રદેશ ડેરી ડેવલોપમેન્ટ કો-ઓપરેટિવ ફેડરેશન લિમિટેડ અને જીસીએમએમએફ વચ્ચેના નક્કી કરાર મુજબ અમૂલ ડેરીએ લીઝ ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યાના 10 મહિનાની અંદર ઉત્પાદન શરૂ કરવાનો રહેશે. ચિતોડ ડેરી પ્લાન્ટની જમીન આશરે 27.5 એકર અમુલને લિઝ પર આપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર અને અમુલ વચ્ચેનો આ સહયોગ આંધ્ર પ્રદેશમાં સહકારી ડેરીઓને પુનઃ જીવિત કરવા અને મજબૂત કરવા માટે તૈયાર છે. જે આખરે રાજ્યની મહિલા ડેરી ખેડૂતોને ફાયદો પહોંચાડશે.”

ADVERTISEMENT

નંદિની સાથેનો વિવાદ મોંઘો પડ્યો
મહત્વનું છે કે આ વર્ષના અંતમાં કા‌તો વર્ષ 2024 માં આંધ્રપ્રદેશમા વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની શક્યતા છે. જેને લઈને અમૂલ તથા ચિત્તોડ ડેરી પ્લાન્ટ વચ્ચેનો આ કરાર રાજકીય ફાયદો કરાવી શકે‌ છે. જોકે કર્ણાટકમાં અમૂલ અને નંદિની વચ્ચેનો વિવાદ ભાજપને નુકસાન કારક સાબિત થયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT