ટંકારામાં કપિરાજે માણ્યો પાણીપુરીનો સ્વાદ, વીડિયો થયો વાયરલ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: સામાન્ય રીતે મોરબી વિસ્તારમાં કપિરાજ (વાનર) જોવા મળતા નથી. પરંતું મોરબીના ટંકારામાં અચાનક કપિરાજે દર્શન દીધા હતા. આ દરમિયાન કપિરાજ પાણીપુરીની લારી સુધી પહોંચી ગયા હતા. ત્યારે કપિરાજને પાણીપુરીની ડીસ પીરસવામાં આવતા તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો. બીજી તરફ કપિરાજ પાણીપુરી ખાવા લાગતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

પાણીપુરીનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જ જાય છે. મહિલાઓ, યુવાનો અને બાળકો ઠેર-ઠેર પાણીપુરીનો સ્વાદ માણતા નજરે પડતા હોય છે. પાણીપુરીનો સ્વાદ જ કંઈક એવો છે કે ભલભલાને તેનો ચસકો લાગી જાય. ત્યારે આજે ટંકારાના દયાનંદ ચોકમાં કપિરાજને પાણીપૂરી ખાતા જોઇને નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું. ટંકારાના દયાનંદ ચોક પાસે પાણીપૂરીની લારી ઊભી જોઈ અચાનક જ કુદકા મારતો મારતો કપિરાજ ચડી આવ્યો હતો અને લારી પર આવીને બેસી ગયો હતો. તો આજે આ નવા ગ્રાહકનું આગમન થતાં પાણીપૂરી વેચનારે પણ કપિરાજને તુરંત પકોડીની પ્લેટ બનાવી કપિરાજ પાસે મૂકી દીધી હતી, પછી શું કપિરાજ તો પાણીપૂરીનો સ્વાદ માણવા લાગ્યા હતા.

વીડિયો થયો વાયરલ
કપિરાજને આ પકોડીનો એવો ચસકો લાગ્યો કે એક-એક કરી પાણીપૂરીની આખી પ્લેટ પૂરી કરી ગયો. આ અનેરું દૃશ્ય જોવા લોકો પણ એકત્ર થયા હતા. જોકે સામાન્ય રીતે કપિરાજ મોરબી જિલ્લામાં જોવા મળતા નથી ત્યારે અચાનક કપિરાજ આવી જતાં લોકો જોવા માટે ઊભા રહી ગયા હતા. બીજી તરફ લોકોની સાથે સાથે કપિરાજે પણ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જુઓ વીડિયો

 

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રાજેશ આંબલીયા , મોરબી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT