સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય કલાધર આચાર્યને યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ જાણે બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. એક બાદ એક સતત વિવાદના વંટોળ આવી રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કલાધાર આર્યના યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કલાઘર આર્ય દ્વારા યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર અમિત પારેખને રૂ.1 કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારવામાં આવી છે.

સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર અમિત પારેખને રૂ.1 કરોડના બદનક્ષીના દાવાની નોટિસ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કલાધર આર્ય દ્વારા ફટકારવામાં આવી છે. જેના પગલે આ પ્રકરણ વધુ એકવાર કાનૂની એરણે ચડ્યું છે. કલાધર આર્યએ આ અંગે જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણશાસ્ત્રી તરીકે આ વિશ્વ વિદ્યાલયમાં સેવા આપી રહ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ ભીમાણી અને રજિસ્ટ્રાર પારેખે બોગસ અરજીને સાચો દસ્તાવેજ ગણી તેઓને સિન્ડિકેટ પદેથી ખોટી રીતે હટાવાયા છે. ત્યારે હવે કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કલાધાર આર્યના યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કલાઘર આચાર્યએ શું કહ્યું  નોટિસમાં
કલાઘર આચાર્ય દ્વારા યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર અમિત પારેખને રૂ.1 કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારવામાં આવી છે તેમણે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં ઉચ્ચ લાયકાત ધરાવે છે. આ ઉપરાંત બે વિષયમાં તેઓએ પીએચડીની પદવી પણ તેઓએ હાંસલ કરેલ છે. તેઓને બોગસ અરજીને સાચો દસ્તાવેજ ગણી સિન્ડીકેટ પદેથી હટાવતા તેઓની પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું છે. માટે કુલપતિ ભીમાણી અને રજિસ્ટ્રાર પારેખને એક કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારી છે.

ADVERTISEMENT

રાજ્યમાં ખેડૂતોને લઈ જાણો સરકાર કેટલી સંવેદનશીલ, ખેડૂત માટે બજેટમાં શું થઈ જાહેરાત

ડો.નેહલ શુક્લએ પણ ફટકારી હતી નોટિસ
અગાઉ પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો.નેહલ શુક્લ દ્વારા કુલપતિ ભીમાણી અને રજિસ્ટ્રાર પારેખને રૂ.11 કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારવામાં આવી હતી. બાદમાં આ વિશ્વ વિદ્યાલયના વધુ એક પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કલાધર આર્યએ કુલપતિ ભીમાણી અને રજિસ્ટ્રાર પારેખને એક કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારતા આરપારની લડાઈ બની છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT