‘કાકાના કામ નહીં, કાંડ બોલે છે’- MLA લલિત કગથરાના મોંઢા પર યુવાનોએ કરી ‘ગજબ બેઈજ્જતી’

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ સોશિયલ મીડિયા પર તમે ઘણી વખત વીડિયોમાં ગજ્જબ બેઈજ્જતી શબ્દ સાંભળ્યો હશે બસ તેવા વીડિયો જેવું જ કાંઈક મોરબીમાં યુવાનોએ ધારાસભ્ય લલીત કગથરા સાથે કર્યું છે. યુવાનોએ રીતસર ધારાસભ્યના મોંઢા પર કહી દીધું કે કાકાના કામ નહીં, કાંડ બોલે છે. નેતાઓના ભાષણો તો આપણે ઘણા સાંભળ્યા પ્રજાનું ભાષણ જ્યારે નેતાને સાંભળવાનું થાય ત્યારે કેવી સ્થિતિ ઊભી થાય તે આ વીડિયો અને અન્ય એવા ઘણા વીડિયો કે જેમાં નેતાઓને પ્રજા ઘેરી વળી હતી તેમાં જોવા મળતું હોય છે.

કાકાના કામ બોલે છેના બેનર્સ લગાવાયા
હાલમાં રેકોર્ડિંગનો જમાનો છે, કેમેરા અને ઓડિયો રેકોર્ડિંગથી ઘણું બધું સોશિયલ મીડિયા પર તરતું જોવા મળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર તરતો થયો છે. જેમાં ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને ચૂંટણી દરમિયાનનું પક્ષનું સ્લોગન જ ઉંધુ પડ્યું છે. કોંગ્રેસના કામ બોલે છે તેવું પક્ષનું આ ચૂંટણી દરમિયાનનું સ્લોગન છે. જે અંતર્ગત ધારાસભ્યો ઠેરઠેર પ્રચાર પણ કરી રહ્યા છે. મતદારો વચ્ચે કાકા તરીકે પોતાને ઓળખાવતા લલિત કગથરાના બેનર્સ પણ લગાવાયા હતા કે કાકાના કામ બોલે છે. દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં આવેલા રફાળીયા ગામે પહોંચ્યા હતા.

ADVERTISEMENT

ધારાસભ્યનો ઉધડો લઈ નાખ્યો
તેમણે અહીં જ્યારે કાકાના કામ બોલે છે તેવા શબ્દો સાથે મત માગવાના પ્રચાર શરૂ કર્યા ત્યાં યુવાનોનું એક જુથ આવ્યું અને તેમણે ધારાસભ્યને સવાલો કરવાના શરૂ કર્યા. દરમિયાન તેમણે રીતસર ઉધડો લઈ નાખ્યો હતો. કાકાએ શું કામ કર્યા છે? અત્યારે અમારી વાત નહીં સાંભળે તો ક્યારે સાંભળશે? વગેરે વાતો સાથે યુવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાનમાં કાકાના કામ બોલે છે નહીં કાકાના કાંડ બોલે છે તેવું પણ યુવાનોએ ધારાસભ્યના મોંઢા પર કહ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT