ગીર સોમનાથના ઉનામા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ: ફરી પથરમારો-ફરી બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવેશ ઠાકર.ઉનાઃ રામનવમીના દિવસે ઉના શહેરમાં એક મહિલા દ્વારા અપાયેલા વિવાદાસ્પદ ભાષણ બાદ બીજા દિવસે ઉના શહેરમાં એક ચોક્કસ કોમના ટોળા એકઠા થયા હતા અને પોલીસે આખરે વિવાદા સ્પદ નિવેદન મામલે ગુનો દાખલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે આજે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને શહેરમાં બંને કોમના નેતા અને ધારાસભ્ય સહિતના નેતાઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જોકે આ બેઠક અશાંત બની અને બેઠકમાં જ બાબલ મચી ગઇ ત્યાર બાદ શહેર ટપોટપ બંધ થયું અને તંગ વાતાવરણ બન્યું હતું.

નડિયાદમાં ઠપકો આપ્યો તો ભત્રીજાએ દાદી અને કાકીના હાથ કાપી નાખ્યાઃ આઈસ બોક્સમાં હાથ લઈ…

ફરી યોજાઈ બેઠક પણ…
ઉનામાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ ઊભી થઈ છે શાંતિ સમિતિની એક બેઠક ફેલ થતા ફરી એક વખત શાંતિ સમિતિની તત્કાલ બેઠક યોજાઇ જેમાં બંને કોમના નેતાઓ સા સામે ગળે મલ્યા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ. એટલું જ નહીં શાંતિ જાણવવા પણ અપીલ કરાઈ છે.

છેલ્લા ત્રણ દિવસથી ઉના શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું
ઇન્ચાર્ઝ પોલીસ અધિકક્ષક શ્રીપાલ સેશમાનું કહેવું છે કે, રામ નવમીના દિવસે કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું જેને લય મામલો ગરમાયો હતો. જેના કારણે અમે શાંતિ સમિતિની બેઠક યોજી હતી પણ તેમાં પર્સનલ પ્રોબ્લેમને લઈ અમુક લોકો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ અમે બન્ને કોમના પાંચ પાંચ નેતાને બોલાવ્યા અને મામલો થાળે પાડ્યો હતો.

ADVERTISEMENT

એસ્પીએ વધુમાં જણાવ્યું કે, અમે નેતાઓને કહ્યું છે કે તે ફરિયાદ આપે તો અમે કાજલ હિન્દુસ્તાની સામે એફરઆઈ દાખલ કરી કડક કાર્યવાહી કરીશું. કાજલ હિન્દૂસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં મામલો ગરમાયો હતો. જેને લઈ છેલ્લા ત્રણ દિવસથી અહીં ધંધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે આખરે બને પક્ષના નેતાઓ અને લોકો એકબીજા ને ગળે મળી ભાઈચારાનો સંદેશો આપતા મામલો થાળે પડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT