લવ જેહાદ અને લેન્ડ જેહાદને લઈ આણંદમાં કાજલ હિન્દુસ્તાની લાલઘૂમ, ભાઈચારાને લઈ ઉઠાવ્યા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, આણંદ: શહેરના ટાઉનહોલ ખાતે હિન્દૂ જાગૃતિ અભિયાન સમિતિનાં ઉપક્રમે જાહેર ધર્મસભા યોજાઈ હતી. આ કાર્યક્રમમા ખાસ કાજલ હિન્દુસ્તાનિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ખાસ કરીને લવ જેહાદ તથા લેન્ડ જેહાદના વધી રહેલા બનાવોને અટકાવવા હિન્દુઓએ શુ કાળજી રાખવી જોઈએ, તે અંગે સભા યોજાઈ હતી. જેમા કાજલ હિન્દુસ્થાની દ્વારા ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે અગર સીતાને સદીના બનાવો છો તો જ્યારે આસીફાને આરતી બને છે તો સર ધડથી અલગ કેમ કરો છો? ભાઈચારો બંને તરફ હોવો જોઈએ. એટલું જ નહિ યમુના નદીને જમુની તહેજીબ ગણાવવા પર પણ કાજલ હિન્દુસ્તાનીએ કહ્યુ કે, આ તો હિન્દુઓને ઉલ્લુ બનાવવાનુ કાવતરૂ છે. કારણ કે હિન્દુ ભોળો છે. આપણે તો સાંપને દૂધ પીવડાવીએ એવો આપણો ધર્મ આપણને શીખવાડે છે. ત્યારે લવ જેહાદ અને લેન્ડ જેહાદ અટકાવવા કાયદો બનશે તો જ આવી ઘટના અટકશે તેમ કહી જેહાદીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

ભાઈચારાને લઈ ઉઠાવ્યા સવાલો
કાજલ હિન્દુસ્તાનીએ સભા સંબોધિત કરતા કહ્યુ કે, હિમાચલમાં મનોહરલાલ એક મુસ્લિમ છોકરીથી પ્રેમ કરતો હતો. હમણાં ની ઘટના, આજ મહિના ની, 6 કે 8 કટકા કરીને એની લાશ ગટરમાં ફેંકી દીધી હિમાચલમાં. પણ હિમાચલના હિન્દુએ આ વાત ઠાની લીધી અને એ લોકો બહુ જ ધારણા પ્રદર્શન અને આંદોલન કર્યા છે. અને હું નમન કરું છું મારા જાગૃત હિમાચલ ના હિંદુ ભાઈ બહેનોને એના પછી આપણા ગુજરાતનો હમણાં ગયા વર્ષે 2022માં હિતેશ રાઠોડે અફસાનાબાનું જોડે લગ્ન કર્યા. લગ્નના ત્રણ મહિના પછી અફસાના બાનુંના પરિવારજનો હિતેશ રાઠોડને મારીને એની લાશ ને નર્મદા માં ફેંકી દીધી. ભાઈચારો દેખાડો? ક્યાં છે ગંગા જમુની તેહજીબ દેખાડો તો ખરી. લવ જેહાદ કાંઈ જ નથી. ટીવી ડિબેટ માં એમના સ્પોકપર્શન આવીને કહે છે કે, આ તો એક અફવા છે લવજીહાદ જેવું કશું છે જ નહીં, આ લોકો તો પ્રેમ કરતા રોકે છે. ઘર કોઈ હિન્દુ દીકરી મુસ્લિમ છોકરાથી પ્રેમ કરે તો આ લોકોને શેનો વાંધો છે મેં કીધું કે મને નથી વાંધો ભાઈ સ્પેશિયલ મેરેજ એક્ટમાં લગ્ન કરાવો ને સીતા ના સકીના શું કરવા બનાવો છો એનાથી મને વાંધો છે અને તમારી જ્યારે અફસાના આરતી બનીને આવે છે હિતેશ ના ઘરે તો તમે કેમ સર તન થી જુદા કરી દો છો એનો મને વાંધો છે. એ જ પ્રોબ્લેમ છે મને.

કાજલ હિન્દુસ્તાની કેમ નડે છે ?
એક તરફો ભાઈચારો ચાલે બોલો જોરથી બોલો. ટુ વે હોય ને ભાઇ, રોટી બેટી નો વ્યવહાર તો ટુ વે હોય ને. તો જ્યારે સીતા ત્યાં જાય છે, તો શકીના કે ફાતિમાં અહીંયા આવવી જોઈએ ને. તો બોલીએ તો આને કેમ મોઢા ઉપર બાંધીને પછી સર તનથી જુદા આવું કેમ. અંકિત સકસેના દિલ્હી નો આસિફાને પ્રેમ કરતો હતો. અંકિત સકસેનાનું મર્ડર દિન દહાડે દિલ્હીમાં એના જ પરિવાર વાળો આવીને ગરદન કાપીને મારી નાખ્યો. છે ભાઇચારો? દિલ્હીમાં દંગા થયા 2020માં 40 થી 50 હિન્દુઓની હત્યા થઈ છે. હિન્દુઓના ઘર સળગાવી નાખ્યા. હિન્દુઓને મારી નાખ્યા. આઈ બી ઓફીસર અંકિત શર્માને મારી નાખ્યો. એ વિસ્તારમાં રહેતા આ લોકોને ખબર હતી કે આઈબી ઓફિસર છે, એને મારીને એની લાશ ગટરમાં નાખી દીધી. અને ઓથેંટીક રિપોર્ટ આપું છું. જે પબ્લિક પ્લેટફોર્મ ઉપર છે. મારા મનથી થોડી બનાવું છું.તો જે થયું છે એ જ બોલું છુ. તો શેના માટે કાજલ હિંદુસ્તાની આટલી બધી નડે છે, કેમકે કાજલ હિન્દુસ્તાની આ લોકોની પોલ ખોલે છે.”

ADVERTISEMENT

યમુના નદીને લઈ ઉઠાવ્યા સવાલો
યમુના હમારી હૈ, યે તુમ્હારી જમુની કહા સે પધારી હૈ? અમારા ગ્રંથોમાં યમુના મહારાણીનું વર્ણન કરેલું છે. તમારી કઈ કિતાબમાં યમુનાનું વર્ણન કરેલું છે કે તમે યમુનાને જમુના બનાવી ને જમુની જમુની તેહજીબ ની વાત કરો છે. આ તો હિન્દુઓને ઉલ્લુ બનાવવાનું કાવતરું છે. કારણ કે હિન્દુ વિચારો આપણો ભોળો. આપણે તો સાપોને દૂધ પીવડાવીએ છીએ એવો આપણો ધર્મ આપડને શીખવાડી છે. અને આ લોકોની સામે જે છે એની સામે આપણે હંમેશા નમિ ને બધું જ કર્યું. કંઈ નહીં આપણો ભાઈ છે, અર્જુન એમ કહે તો કે ભાઈ છે ભાઇ છે. અર્જુન માનતો જ નહોતો છેલ્લે લડવું જ પડ્યું. તો આ બધા કાવતરા ત્યારથી ચાલતા આવતા હતા. તો આપણે હિન્દુ એ કીધું કે ત્રણ મંદિર આપો કાશી, મથુરા ને અયોધ્યા. ત્રણ તમે અમને આપી દો તમે 40,000 મંદિર અમારા તોડીયા એના પર કબજો કર્યો એ અમારે નથી જોઈતું. તો 500 વર્ષ સુધી અયોધ્યા ની ભૂમિ રક્ત રંજિત થઈ છે મારા સંતો મહંતોના બલિદાનથી. અને પછી આપણે સતત કોર્ટમાં કાઢ્યા અને આ જઈને પછી આપણું ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. અ

1 મહિનામાં આણંદમાં લવ જિહાદના 10 કેસ સામે આવ્યા
કાજલ હિન્દુસ્તાનીએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે, આજે મારું આણંદ આવવાનું થયું છે, શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ કાર્યક્રમમાં. જે વિશેષ કર લવજીહાદ અને અવેધ અતિક્રમણ ઉપર રાખેલું છે. આપ સૌ જાણો છો કે આખા ભારતમાં ઘણા બધા એવા સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો અને હિંદુ સંગઠનો મળીને પ્રયાસ કરી રહ્યા છે કે, લવ જેહાદના એકલા આણંદમાં છેલ્લા એક મહિનામાં 10 થી વધુ કેસ આવ્યા છે. એ મને જાણવા મળ્યું છે. . એના માટે સરકાર તો સરકારનું કામ કરે છે, પોલીસ એમનું કામ કરે છે, પ્રશાસન એમનું કામ કરે છે, પરંતુ ગુજરાતના નાગરિક તરીકે અને ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણા બધાની જવાબદારી થાય કે ભારતની જે હિન્દુ દીકરીઓ છે, એને આ લવજીહદી, નરપિશાચી, નરભક્ષીઓ નો ભોગ બનવાથી આપણે બચાવીએ. માટે આ એક જાગૃતતા અભિયાન આખા ભારતમાં શરૂ કર્યો છે. અને એ તખ્ત થી મને આજે પણ અહીંયા આવનો મને અવસર પ્રાપ્ત થયો છે, ને અહીંયા ની જનતાને પણ જાગૃત કરીશ કે આપણે કહી સાવચેતી રાખવી જોઈએ.”

ADVERTISEMENT

સાથેજ લવજેહાદ અને લેન્ડ જેહાદ અટકાવવા માટે કહ્યુ કે, “મને એવું લાગે છે કે આને નેશનલ સિક્યુરિટીનો આ મુદ્દો છે. ક્યાંક ને ક્યાંક લવ જેહાદ અને અવેધ અતિક્રમણ નું કનેક્શન આતંકવાદ જોડે છે. તો આ નેશનલ સિક્યોરિટી નો વિષય છે.કારણ કે સિસ્ટેમેટીકલી હિન્દુઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે. અને આપણે જોઈએ છે કે ધર્માંતરણ કરાવવા માટે પણ ફોરેન ફંડિંગ થાય છે. તો મને લાગે છે કે, એવો કાયદો બનવો જોઈએ કે જેમાં જે છોકરાઓ લવજેહાદ કરે છે, જે સંગઠનો ધર્માંતરણ કરાવે છે, આદિવાસી વિસ્તારમાં જઈને અથવા હિન્દુઓને લોભ લાલચ બતાવીને,કે ડરાવીને કે ધમકાવીને એ બધાને NSA ના અંદર કાયદાની અંદર લાવવા જોઈએ અને સખ્ત માં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. કારણ કે સખ્ત કાનૂન બનશે તો જ આના ઉપર રોક આવી શકશે. પરંતુ સાથે સાથે સમાજના જે આપણી બધાણી જવાબદારી એ બને છે કે આપણે જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ. અને સમસ્ત હિન્દુઓને મળીને આમાં કામ કરવું પડશે. ત્યારે જ આપણે લવ જેહાદ અને આવેશ અધિક્રમણથી બચી શકીશું.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT