કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર, ઉનામાં ભડકાઉ ભાષણ મામલે થઈ હતી ધરપકડ
ઉના: રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપવા મામલે ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.…
ADVERTISEMENT
ઉના: રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપવા મામલે ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ઉનાની સેશન્સ કોર્ટમાં આ ભડકાઉ ભાષણ અંગેનો કેસ ચાલી રહ્યો છે. જેમાં કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજુર થયા છે. અગાઉ 11 એપ્રિલે થયેલી સુનાવણીમાં જામીન અરજીનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
ઉના કોર્ટે કાજલ હિન્દુસ્તાની ને 50 હજાર ના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે કાજલ હિન્દુસ્તાની 5 દિવસ બાદ આજે જેલની બહાર આવશે. હાલ જૂનાગઢ જુડીસિયલ કસ્ટડીમાં હતા. રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભડકાઉ ભાષણ આપવા મામલે કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપતા અથડામણ અને વિરોધ પ્રદર્શન થયા હતા. આ મામલે 9 એપ્રિલના કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવી હતી.
જાણો શું કહ્યું વકીલે
જામીન મામલે કાજલ હિન્દુસ્તાનીના વકીલે કહ્યું કે, કાજલ હિન્દુસ્તાનીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. બને પક્ષકારો અને મુસ્લિમ સમાજ વતી પણ વકીલ રોકવામાં આવ્યા હતા. ત્રણેય પક્ષકારોની દલીલો સાંભળીને કોર્ટે જામીન અરજી મંજૂરી કરી છે. શરતો રાખવામાં આવી છે કે, જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી ગીરસોમનાથ જિલ્લામાં પ્રવેશ કરવો નહીં. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવી દેવાનો રહેશે. આ સાથે કોર્ટની મંજૂરી વગર રહેણાંક સરનામા બદલવા નહીં. મહિને શરત પ્રમાણે કોર્ટમાં હાજરી આપવાની રહેશે. અગાઉ કાજલની જામીન અરજી નીચલી કોર્ટે નામંજૂર કરી હતી. ત્યાર પછી હવે સેશન્સ કોર્ટે કાજલની જામીન અરજી મંજૂર કરવાની અને આજે કાજલ હિન્દુસ્તાની જેલમાંથી બહાર આવી જશે.
ADVERTISEMENT
જામીનની આ છે શરત
- અરજદાર આરોપીએ ચાર્જશીટ થાય ત્યાં સુધી અરજીમાં જણાવેલ સરનામા વાળા રહેણાંકની નજીકના પોલીસ સ્ટેશનમાં દર મહિનાની પહેલી અને 16 મી તારીખે 11 થી બપોરના બે વાગ્યા સુધીમાં હાજરી પુરવવાની રહેશે.
- અરજદાર આરોપીએ કેસની ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી કેસની ટ્રાયલમાં મુદતે હાજરી આપ્યા સિવાય ગીર સોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં.
- અરજદાર આરોપીએ કેસની ટ્રાયલ દરમિયાન નિયમિત હાજર રહેવું.
- અરજદાર આરોપીએ ફરિયાદી કે ફરિયાદી પક્ષના સાહેબોને કોઈપણ રીતે ધાક ધમકી આપી દબાવવા ફસલાવવા ફોડવા પ્રયત્ન કરશે નહીં કે પુરાવા સાથે છેડા કરશે નહીં
- અરજદાર આરોપીએ પોતાના કાયમી સરનામા ધંધાના અને રહેણાંકના અને હંગામી સરનામાં ધંધા અને રહેણાંકના અલાયદી પુરશીથી રજૂ કરવા અને તે ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર બદલવા નહીં અને તે તપાસ કરનાર અમલદાર સમક્ષ પણ રજૂ કરવા
- અરજદાર આરોપીએ કેસનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી સિવાય ભારત દેશની હદ છોડવી નહીં
- અરજદાર આરોપીએ પોતાના પાસપોર્ટ સાઇઝના બે ફોટા જામીન રજૂ કરતી વખતે અથવા જામીન ઉપર મુક્ત થયા બાદ દિવસ સાતમા ટ્રાયલ ફોટો સમક્ષ રજૂ કરવા. તેમજ અરજદાર આરોપીના જામીનદારે પણ પોતાના
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા જામીન આપતી વખતે કે સાત દિવસ બાદ ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવા
- અરજદાર આરોપી પાસપોર્ટ ધરાવતા હોય તો જામીન રજૂ કરતી વખતે અથવા જામીન ઉપર મુક્ત થયા બાદ દિવસ સાતમા પાસપોર્ટ જમા કરાવો અને પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું ટાયર કોર્ટમાં સોગંદનામુ કરવું
શું હતો મામલો?
કાજલ હિન્દુસ્તાની પર ચોક્કસ સમુદાય વિશે લવ જેહાદ સહિતના મુદ્દાઓ પર નિવેદન કરતા ભારે વિવાદ સર્જાયો હતો. રામનવમીએ તેના ભાષણ બાદ ઉના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કુંભારવાડામાં પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો. કાજલના નિવેદન બાદ એક સમાજ દ્વારા ઉના બંધનું એલાન અપાયું હતું. ઘટનાને પહલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાદ કાજલ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 295 (A) હેઠળ FIR નોંધી હતી.
ADVERTISEMENT
અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના, 17 વર્ષની સગીરા પર છરી વડે તૂટી પડ્યો એક તરફી પ્રેમી
ADVERTISEMENT
કાજલ હિન્દુસ્તાની કોણ છે?
કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ સિંગલા છે અને તે જામનગરની રહેવાસી છે. તેણે પોતાની અટક બદલીને હિન્દુસ્તાની કરી નાખી છે. રિપોર્ટ મુજબ, તે રાષ્ટ્રવાદી છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. સોશિયલ મીડિયામાં પણ તેના ફોલોઅર્સની સંખ્યામાં હજારોમાં છે.
(વિથ ઈનપુટ: ભાવેશ ઠાકર, ઉના )
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT